Tasveer Today

ટોચની ૧૦ શ્રેષ્ઠ તસવીરોમાર્લબોરો સ્ટ્રીટમાં આગ-૧૯૭પ

અત્રે અમે એવી દસ ટોચની તસવીરો ક્રમશઃ પ્રસિદ્ધ કરી રહ્યા છીએ જે અત્યારસુધી ઝડપવામાં આવેલી સૌથી શ્રેષ્ઠ તસવીરો છે. જુદા જુદા કાળમાં ઝડપાયેલી આ તસવીરો જે તે યુગ અને પ્રદેશની જે તે સમયની પરિસ્થિતિને સચોટ રીતે વર્ણવી જાય છે. તસવીરો એટલી વાચાળ છે કે વધુ કંઈ કહેવાની જરૂર જ નથી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આ દરેક તસવીરની પાછળ હૈયું હચમચાવનારી પોતાની કહાની છે.
માર્લબોરો સ્ટ્રીટમાં આગને નામે પ્રસિદ્ધિ થયેલો પ્રસ્તુત ફોટો સ્ટેનલી ફોરમેને ૧૯૭પમાં ઝડપ્યો હતો.જેને ‘સ્પોટ ન્યુઝ ફોટોગ્રાફી’ માટેનું પુલિત્ઝર પ્રાઈઝ ૧૯૭૬માં મળ્યું હતું અને ‘‘વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર’’નો ખિતાબ પણ આ તસવીરને જ મળ્યો હતો. ૧૯૭પની રરમી જુલાઈએ બોસ્ટનની માર્લબોરો સ્ટ્રીટના એક એપાર્ટમેન્ટમાં આગ લાગી ત્યારે આ એપાર્ટમેન્ટમાં રહેતી ૧૯ વર્ષની ડાયના બ્રાયન્ટ તથા તેની બે વર્ષની બાળકી રિયારા જોન્સ સળગતી ઈમારતમાંથી નીચે પટકાઈ રહ્યા હતા તે વેળાનો આ ફોટો છે. આ તસવીર તે વખતે આવતા મોટરાઈઝડ કેમેરા વડે ઝડપવામાં આવી હતી. પ્રથમ આ તસવીર બોસ્ટન હેરાલ્ડમાં પ્રસિદ્ધ થઈ હતી ત્યારબાદ તે ૧૦૦થી વધુ સમાચારપત્રોમાં છપાઈ હતી અને અમેરિકામાં અગ્નિ બચાવ અંગેનો નવો કાયદો ઘડાવવા માટે આ તસવીર જ નિમિત્ત બની હતી.