Crime Diary

નરેન્દ્ર મોદી શાસનમાં લઘુમતીઓનું એક વર્ષ કેવું રહ્યું ?

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાનપદે શપથગ્રહણ કર્યાના એકાદ પખવાડિયાથી ઓછો સમયમાં ૪થી જૂન ર૦૧પની રાત્રે મહારાષ્ટ્રના પૂણેમાં ર૮ વર્ષના ઈન્ફર્મેશન ટેકનોલોજી મેનેજર મોહસિન મોહમ્મદ શેખને રહેંસી નાખવામાં આવ્યા હતા. મોદીએ પીએમ તરીકે શપથગ્રહણ કર્યા બાદ મોહસિન શેખનું કોમવાદી લક્ષિત હિંસામાં પ્રથમ મોત થયું હતુંં. મોદી સરકાર સત્તારૂઢ થઈ પછી મોટાભાગના રાજ્યો આવો મૂડ પ્રર્વતી રહ્યો છે. ધાર્મિક અને રાષ્ટ્રવાદી વાચાળ નિવેદનો વધી ગયા હતા. મુસ્લિમ અને ખ્રિસ્તીઓને ભારતમાં હિન્દુત્વવાદ સામે ખતરા તરીકે પ્રોજેકટ કરવામાં આવ્યા છે. મતદારોનું ધ્રુવીકરણ થઈ ગયું હતુંં. મોદી પાદરીઓના એક જૂથને ઉત્તરપ્રદેશમાં ગ્રેટર નોઈડા પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરે કહ્યું હતુંં કે, શું તમે જાણતા નથી કે આ હિન્દુ રાષ્ટ્ર છે ? કૂલેસરા ગામના લોકોએ પાદરીના આ જૂથ પર ગેરકાયદેસર રીતે હિન્દુઓનું ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરાવવાનો આક્ષેપ કરીને તેમને માર માર્યો હતો છતાં પોલીસ અધિકારીએ પાદરીઓને ખખડાવ્યા હતા. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતની જેમ ઉત્તરપ્રદેશમાં તોફાની ધાર્મિક સ્વાતંત્ર્ય ધારો આ પ્રકારના ધર્માંતરણ માટે નહીં હોવા છતાં તેમજ ત્યાં ભાજપનું શાસન નહીં હોવા છતાં મોદી સરકારે ર૬મી મે ર૦૧૪ના રોજ શપથગ્રહણ કર્યા ત્યાં સુધી મોટાભાગના રાજ્યોમાં આવો મૂડ પ્રર્વતે છે.
ત્યારથી જાહેર વ્યાખ્યાનોમાં અલગ જ પ્રકારનો મૂડ જોવા મળે છે, કોમવાદી ઓળખ, અમારી અને તમારી વચ્ચે તિરાડ ઊભા કમરવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે. કેન્દ્રના અને રાજ્યના પ્રધાનો દ્વારા નફરત ભડકાવતા નિવેદનો, સાંસદો, રાજ્યના રાજકારણીઓ, સંઘના કાર્યકર ગણો દ્વારા ધમકીઓનો દોર ચાલુ રહ્યો છે. હેટ કેમ્પેન સુયોજિત રીતે ચલાવવામાં આવી છે. ઈવાન્જેલિકલ ફેલોશિપ ઓફ ઈન્ડિયા અને અલાયન્સ ડિફેન્ડીંગ ફ્રિડમ દ્વારા ટોચના રાજકારણીઓના મૂખેથી હેટ સ્પીચના ૪૪ અલગ અલગ કેસો નોંધવામાં આવ્યા છે જે તેમની વિરૂદ્ધ ગુનાહિત આરોપોને પાત્ર છે. પરંતુ આવા કેસો રિપોર્ટ થતા નથી અને પોલીસ દ્વારા રેકોર્ડ કરવામાં આવતા નથી.
ખ્રિસ્તીઓની સંખ્યા કુલ વસ્તીના ર.૩ ટકા છે જ્યારે ર૦૧૧ની વસ્તી ગણતરીના ડેટા અનુસાર મુસ્લિમોની સંખ્યા ૧૪.ર ટકા છે. ધાર્મિક વસ્તી પરનો વસ્તી ગણતરી અહેવાલ સત્તાવાર પ્રસિદ્ધ કરાયો નથી. પરંતુ તેની માહિતી લીક કરવામાં આવી છે. સૌથી વધુ આક્રમક અને ઉશ્કેરણીજનક નિવેદનો ભાજપના નેતા યોગી આદિત્યનાથ દ્વારા કરવામાં આવ્યા હતા જેમણે મુસ્લિમો અને અન્યોને શેતાન તરીકે ચિતર્યા હતા અને તેમ છતાં તેમનો વાળ વાંકો થયો નથી.
આરએસએસ વડા મોહન ભાગવતે વારંવાર ભારપૂર્વક જણાવ્યુંં છે કે, ભારતમાં વસતા મુસ્લિમો અને ખ્રિસ્તીઓ સહિત દરેક વ્યક્તિ હિન્દુ છે કારણ કે, આ ભૂમિ હિન્દુસ્તાન છે અને હિન્દુ લોકોની સંસ્કૃતિ છે. સંઘની ધાર્મિક પાંખ વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાની પ૦મી વર્ષગાંઠે આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે બિન્દાસ્ત જણાવ્યુંં હતુંં કે, ભારતની ઓળખ હિન્દુત્વ છે અને તેનામાં અન્ય ઓળખને ગળી જવાની ક્ષમતા છે અને આ ક્ષમતા આપણે પુનઃપ્રસ્થાપિત કરવાની છે. કટ્ટકમાં તેમણે ભારપૂર્વક જણાવ્યુંં હતુંં કે, ભારતએ હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુસ્તાનના નાગરિકો હિન્દુ તરીકે જ ઓળખાવા જોઈએ. ૧૭મી માર્ચ ર૦૧પના રોજ એક અંગ્રેજી અખબારમાં એવા અહેવાલ પ્રસિદ્ધ કરાયા હતા કે આરએસએસના વડાએ ફરી હિન્દુ બનવા માંગતા લોકોને મદદ કરવા હાકલ છે. ઘરવાપસી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ જ આ દ્વારા જ્યારે અન્ય બે ઉદ્દેશ્યો કુટુંબ પ્રબોધન (પારિવારીક મૂલ્યો) અને સામાજિક સમરસત્તા (સામાજિક એખલાસ) હતા.
સંઘના વિચારક એમજી વૈધએ ચૂંટણીના પરિણામોના ત્રીજા દિવસે એટલે ૧૯મી મેના રોજ જણાવ્યુંં હતુંં કે, તેઓ હવે બાબરી મસ્જિદના સ્થાને રામ મંદિરના નિર્માણના મુદ્દા સાથે કામ લઈ શકશે. અશોક સિંઘલે જણાવ્યુંં હતુંં કે, જો તેઓ (મુસ્લિમો) હિન્દુઓનો વિરોધ ચાલુ રાખશે. તો તેઓ કેટલો સમય ટકી શકશે ? બીજા એક નેતાએ કહ્યું હતુંં કે, મોદી હિન્દુ રાજ ફરી પ્રસ્થાપિત કરશે- પૃથ્વીરાજ ચૌહાણની જેમ. લવ જેહાદથી લઈને હિન્દુ મહિલાઓ દ્વારા વધુ બાળકો પેદા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યુંં હતુંં. ફેબ્રુઆરી ર૦૧પ સુધીમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ માટે રજૂઆત આક્રમક થવા લાગી હતી.
‘હેટ કેમ્પેન’એક બાજુ યુનિવર્સિટીઓ અને કોલેજોથી લઈને નાના કસબા અને ગામો સુધી ચાલી હતી. એક જૂથે તો મુસ્લિમો દ્વારા હેરાન કરવામાં આવતા બહુમતીઓના સભ્યને મદદ કરવા હિન્દુ હેલ્પલાઈન શરૂ કરી હતી.
ચર્ચો પર તોડફોડ હુમલા, પાદરીઓ પર હુમલા, ચર્ચના કાર્યકરોની પોલીસ અટકાયત, ધાર્મિક સ્વાતંત્ર્યના બંધારણીય અધિકારોનો ઈન્કાર જેવી બાબતોએ સ્થિતિ વધુ સ્ફોટક બનાવી હતી. છત્તીસગઢના ગામોમાં હિન્દુ ધર્મ સિવાયના અન્ય ધર્મના લોકો અને પાદરીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીની એનડીએ સરકારને એક વર્ષ દરમ્યાન એટલે કે, ર૬મી મે ર૦૧૪થી ૧૩મી મે ર૦૧પ દરમ્યાન ખ્રિસ્તીઓ અને મુસ્લિમોને નિશાન બનાવતી ૬૦૦થી વધુ હિંસક ઘટનાઓમાં ૪૩ મૃત્યુ થયા હતા. આ ઉપરાંત આસામમાં સશસ્ત્ર આદિવાસી રાજકીય જૂથો દ્વારા મુસ્લિમો પરના હુમલામાં ૧૦૮ના મૃત્યુ થયા હતા. કોમવાદી હિંસાની ઘટનાઓનો આંક કદાચ આના કરતાં વધુ હશે પરંતુ સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી. માત્ર મે-જૂન ર૦૧૪ના બે મહિનામાં દેશના જુદા-જુદા ભાગોમાં ૧૧૩ કોમી હિંસાની ઘટના બની હતી. જેમાં ૧પના મૃત્યુ થયા હતા અને ૩૧૮ ઘવાયા હતા. એવુંં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન કિરણ રિજિજુએ રાજ્યસભાને જણાવ્યુંં હતુંં. ઘણી હિંસક ઘટનાઓમાં મુસ્લિમો અને તેમના ધાર્મિક સ્થળોએ નિશાન બનાવવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પણ કોમવાદ અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવાની ઘટનામાં વધારો થયાનો નોંધ્યું હતુંં.
જો કે, વડાપ્રધાન પોતાના કેબિનેટ સાથીઓને ઠપકો આપવા અને પક્ષના સભ્યો પર લગામ મૂકવા કે સંઘ પરિવારને ચૂપ કરી દેવા તૈયાર નથી હિંસક ઘટનાઓ ચાલુ છે અને એ રીતે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયની ચિંતા પણ વધી રહી છે. જો કે, શીખ નેતાગીરીએ પંજાબમાં આરએસએસ ઘર વાપસી કાર્યક્રમ પર નારાજગી વ્યક્ત કરી છે. કેથલિક બિશપ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા અને નેશનલ યુનાઈટેડ ક્રિશ્ચિયન ફોરમના પ્રમુખ કાર્ડિનલ માર બેસેલિઓસ ક્લિમીસે ૧૭મી માર્ચ ર૦૧પના રોજ એક નિવેદનમાં જણાવ્યુંં હતુંં કે, બહુકોમવાદ અને વૈવિદ્યના ભારતના સાંસ્કૃતિક ડીએનએ સામે ખતરો ઊભો થયો છે. ભારત એક રાષ્ટ્ર, એક લોકો અને એક સંસ્કૃતિનો દેશ છે એવા કટ્ટરવાદી રાજકીય થિસિસની અસરો અંગે અમે ચિંતિત છીએ અમને શારીરિક હિંસા, આગચંપી, ધાર્મિક લોકોની હત્યા અને બળાત્કાર અંગે ઘેરી ચિંતા છે. જો કે, આવા નિવેદનોની ભાષા, અસહિષ્ણુતા, નફરત અને હિંસા સાથે રાષ્ટ્રનું ધ્રુવીકરણ કરી રહેલા સામાજિક-રાજકીય સંગઠનો પર ભાગ્યે જ કોઈ અસર પડે છે.

Related posts
Crime Diary

યુપીમાં ક્લાસના અન્ય વિદ્યાર્થીઓને સાથી વિદ્યાર્થીને થપ્પડ મારવાનું કહેનાર મહિલા શિક્ષકે આત્મસમર્પણ કર્યું, જામીન પણ મળ્યા

(એજન્સી) તા.૬ઉત્તરપ્રદેશમાં એક મહિલા…
Read more
Crime Diary

UP: મુરાદાબાદ હાઉસિંગ સોસાયટીમાં મુસ્લિમ ડોક્ટરનેફ્લેટ વેચવાને લઈને ‘મકાન વાપસ લો’ના સૂત્રોચ્ચાર સાથે દેખાવ

(એજન્સી) તા.૫ગુરૂવારે મુરાદાબાદમાં એક…
Read more
Crime Diary

“રાજધર્મ નિભાવો”; સંંભલ અને અજમેરનામુદ્દાઓ પર કેન્દ્રને સલાહ આપતા TMCના મંત્રી

રર વર્ષે ફરીથી કોઈએ ‘રાજધર્મ’…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.