કોમી નફરત અને કોમી રમખાણો ભડકાવ્યા વગર ભાજપ ચૂંટણીઓ કઇ રીતે લડી શકે : માર્કંડેય કાત્જુ
(એજન્સી)નવી દિલ્હી તા.૧૭
ઇન્ડિયન બારના વડા ફલિ નરીમાન દેશમાં વધતી જતી અસહિષ્ણુતા વિરુદ્ધ બોલ્યા છે અને એ રીતે ભારતીય રાષ્ટ્રપતિ અને અન્ય ઘણા લોકો બોલ્યા છે.પરંતુ કોમી નફરત અને કોમી રમખાણો ભડકાવ્યા વગર ભાજપ ચૂંટણી કઇ રીતે લડી શકે. ભાજપને સામાન્યતઃ સવર્ણ હિંદુઓના મત મળે છે પરંતુ બ્રાહ્મણ, રાજપૂત અને વાણિયા મળીને સવર્ણ હિંદુઓ સંખ્યાની દ્રષ્ટિએ ઉત્તર ભારતીય રાજ્યોમાં માત્ર ૧૫ ટકા જ જેટલા જ છેે. આમ માત્ર ૧૫ ટકા વોટ્સથી ચૂંટણી જીતી શકાય નહીં તો પછી ભાજપ કઇ રીતે ચૂટણી જીતી શકે છે.આ માટે બે જ રસ્તા છ.ે
૧.સૌ પ્રથમ તો વિકાસનું વચન આપો કે જેના પગલે એવો ભ્રમ ઊભો થશેે ખે લાખો રોજગારોનું સર્જન ભાજપના શાસનમાં થયુ હતું. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આ એક જાદુઇ સૂત્ર હતુ કે જેના કારણે ભાજપનો પ્રચંડ વિજય હતો.
૨.ભાજપે પણ હવે ચૂંટણી જીતવા માટે કોમી નફરત અને રમખાણો ભાડકાવવા પડશે કે જેમાં તેઓ નિષ્ણાત છે.
હિંદુઓ સામાન્ય રીતે જ્ઞાતિના ધોરણે વિભાજિત છે પરંતુ જ્યારે કોમી ઝેર ફેલાવવામાં આવે છે ત્યારે હિંદુઓ મુસ્લીમો વિરુદ્ધ સંગઠીત થઇ જાય છે. મુઝફ્ફરનગર, વલ્લભગઢમાં મુસ્લિમો પર હુમલા, દાદરીમાં અખલાકની હત્યા, આદિત્યનાથ, સાધ્વી પ્રાચી, સાધ્વી નિરંજના વગેરેના ઉશ્કેરણીજનક ભાષણો અને ગ્રામ્ય વિસ્તારોમાં કોમવાદના ઇરાદાપૂર્વકનો પ્રચાર વગેરે આ પેટર્નમાં બંધ બેસે છે.આથી શ્રીમાન નરીમાન સપનાની દુનિયામાં જીવશો નહીં
(વડાપ્રધાન કાર્યવાહી કરે એવા ફલિ એસ નરીમાનના લેખના જવાબમાં જસ્ટિસ માર્કંડેય કાત્જુએ આ લખ્યો છે.)