વધેલા પૈસા સદ્કાર્યમાં ખર્ચ કરવા તે ઉત્તમ કાર્ય છે. (હદીસ બોધ)
બોધ વચન
તમામ અંધશ્રદ્ધામાં ડાહ્યા માણસો મૂર્ખાઓનું અનુકરણ કરતા હોય છે. – બેકન
આજની આરસી
૨૬ નવેમ્બર મંગળવાર ર૦૨૪
૨૩ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ અગિયારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૭
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ઝિંદગાની હૈ સદફ, કત્ર-એ-નિસાં હૈ ખુદી
વો સદફ કયા જો કત્રે કો ગૌહર કર ના સકે
માનવીની જિંદગી દરિયાના છીપલાં જેવી છે, છીપલામાં એક કણને લીધે મોતી બને છે તેવો જ માનવીનો સ્વ-ખુદી-અંતરાત્મા- જીઙ્મકર્રર્ઙ્ઘ છે. કવિ કહે છે જે છીપલાં મોતી ન બનાવી શકે તેની કોઈ કિંમત નથી, તમે પણ તમારૂં જીવન સાર્થક કરવાના કામો કરો, જીવન ન વેડફો.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)