સીમા ગૌતમ જમીન અધિકારો માટે બંધારણીય લડાઈ માટે ગ્રામજનોમાં જાગૃતિ લાવી રહી છે
સીમાને ડર છે કે, યોગીની આગેવાની હેઠળના વહીવટીતંત્ર દ્વારા આયોજિત જાતિ-આધારિત ઉત્પીડનને પગલે, તેને અથવા તેના સહયોગી, શ્રવણ કુમાર, તેમની પ્રતિષ્ઠાને કલંકિત કરવા અને ન્યાય માટેની લડતને સમાપ્ત કરવા માટે બનાવટી વાર્તા સાથે, એક તબક્કાવાર પોલીસ એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવી શકે છે
(એજન્સી) ગોરખપુર, તા.૨૫
ઉત્તરપ્રદેશની એક સામાજિક કાર્યકર સીમા ગૌતમ, આડેધડ લોન ઓફર કરતી માઇક્રોફાઇનાન્સ કંપનીઓ દ્વારા ગ્રામીણ, અશિક્ષિત મહિલાઓની સતામણી સામેની અવિરત લડતને કારણે પોતાને ગંભીર કાનૂની મુશ્કેલીઓમાં ફસાવી છે. ગરીબ ખેડૂતોના અધિકારોની હિમાયત કરવી હોય કે પછી દલિતો અને પછાત સમુદાયો પર થતા અત્યાચારો સામે વિરોધ પ્રદર્શન કરવું હોય, આવી પ્રવૃત્તિઓ સપાટી પર આવતાં જ ૩૧ વર્ષીય સીમા જે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના વતન ગોરખપુરની રહેવાસી છે તે વધુ ગંભીર આરોપોમાં ફસાવવાના ડરથી થરથરી ગઈ છે. તે હાલમાં ભારે તાણ હેઠળ છે, તેને ખાતરી છે કે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના શોષણ સામે અવાજ ઉઠાવવાના તેના પ્રયાસોએ તેને કઠોર વહીવટી કાર્યવાહીનું લક્ષ્ય બનાવ્યું છે. ૨૦૧૯થી આંબેડકર જન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ એવી સીમા, સંગઠનના મિશનને સમજાવતા કહે છે : “અમારો ઉદ્દેશ્ય દલિતો પછાત વર્ગો અને વંચિતો પરના જુલમ અને માંગણીઓને સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ પ્રકાશિત કરવાનો છે.” આ બેનર હેઠળ, તેણે ન્યાય અને લોક કલ્યાણ માટે અસંખ્ય ચળવળોનું નેતૃત્ત્વ કર્યું છે. તેના પડકારો વિશે મીડિયા સાથે વાત કરતા, સીમા કહે છે, “જ્યારે પણ હું દલિતો અને ગરીબો પર અત્યાચાર અથવા હિંસા જેવા મુદ્દાઓ વિશે બોલું છું અથવા કામ કરૂં છું, ત્યારે અધિકારીઓ મને અથવા અમારી સંસ્થાના અન્ય સભ્યોની અટકાયત કરે છે.” સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિઓને જાહેર કરતા, તે આગળ કહે છે, “જ્યારે પણ તેઓને આગામી વિરોધ અથવા માંગણી વિશે માહિતી મળે છે, ત્યારે તેઓ ચપોલીસૃ અમને ૫-૭ કલાક, ક્યારેક તો ૧૭ કલાક અગાઉથી અટકાયતમાં રાખે છે. તેઓ આ અટકાયતને છૂપાવે છે અને બાદમાં અમારી સામે ખોટા કેસ નોંધે છે. આનો સામનો કરવા માટે અમારે અદાલતોનો સંપર્ક કરવો પડે છે, જ્યાં અમે ઘણીવાર ન્યાય મેળવીએ છીએ, પરંતુ ગંભીર માનસિક, શારીરિક અને નાણાકીય નુકસાનની કિંમતે.” લાગણીશીલ થઈને યાદ કરતાં સીમાએ તેના અંગત જીવનની મુશ્કેલીઓ શેર કરી. તેની માતાની હત્યા કરવામાં આવી હતી, અને તેના પિતાનું ૨૦૧૦માં અવસાન થયું હતું. તે તેના નાના ભાઈ-બહેનોની એકમાત્ર સંભાળ રાખનાર હતી. તેની સામાજિક સક્રિયતાની સાથે, સીમા તેના પરિવારને ટેકો આપવા માટે એલઆઈસી એજન્ટ તરીકે કામ કરે છે. ૧૦ ઑકટોબર ૨૦૨૩ની રાત્રે જમીન અધિકાર ચળવળ દરમિયાન સીમા ગૌતમે ગોરખપુરમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકને એક મેમોરેન્ડમ સબમિટ કર્યું. ગયા વર્ષની ઘટનાઓ વિશે બોલતા સીમા ગૌતમે યાદ કર્યું “૧૦ ઓકટોબર ૨૦૨૩ના રોજ અમે ગરીબો માટે જમીનની માંગણી સાથે ગોરખપુરમાં એક વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું. આ વિરોધ દરમિયાન ૧૬-૧૭ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, અને પાંચથી છ કલાક પછી અમારી વિરૂદ્ધ હ્લૈંઇ દાખલ કરવામાં આવી હતી. ઘટના બાદ બે મહિના સુધી પોલીસે મારા ઘરે સતત દરોડા પાડ્યા હતા. તેઓએ મારા પરિવારના સભ્યો, મારા સંબંધીઓ અને મારા ભાઈની અટકાયત કરી. આ રીતે અમને હેરાન કરવામાં આવ્યા હતા.” જોકે, આખરે તેણે બે મહિના બાદ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. લોન માફીની ખોટી માહિતીને પગલે મહિલાઓ ગોરખનાથ મંદિરના દ્વારે પહોંચી હતી. માઇક્રોફાઇનાન્સ લોન માફીની અફવાઓથી મુશ્કેલી ઊભી થઈ આ વર્ષે ૧૪ ઑકટોબરે ગોરખપુરના પ્રખ્યાત ગોરખનાથ મંદિરમાં અરાજકતા ફાટી નીકળી હતી જ્યારે સેંકડો મહિલાઓ લોન માફીની માંગ સાથે એકઠી થઈ હતી.