(એજન્સી) તા.૨૫
ઇઝરાયેલી દળોએ પૂર્વી ગાઝા શહેરના ઉપનગરીય વિસ્તારોમાં રહેવાસીઓને સ્થળાંતર કરવાના નવા આદેશો જારી કર્યા હતા. જેના બાદ રવિવારે વિસ્થાપનની નવી લહેર શરૂ થઈ. આ દરમિયાન ઇઝરાયેલી ડ્રોન હુમલામાં ગાઝા હોસ્પિટલના ડિરેક્ટર ઘાયલ થયા હતા. પેલેસ્ટીની ડોકટરોએ જણાવ્યું હતું કે શેઝિયા ઉપનગર માટેના નવા ઓર્ડર ઇઝરાયેલી ઓથોરિટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ઇઝરાયેલી આર્મીને તેની પોસ્ટમાં કહ્યું હતું કે ‘તમારી સલામતી માટે, તમારે તરત જ દક્ષિણ તરફ સ્થળાંતર કરવુ.’ આ અગાઉ શનિવારના રોજ રોકેટ હુમલાની જવાબદારી હમાસની સશસ્ત્ર પાંખ દ્વારા લેવામાં આવી હતી, જેણે કહ્યું હતું કે તેણે સરહદ પર ઇઝરાયેલી સૈન્ય મથકને નિશાન બનાવ્યું હતું. પેલેસ્ટીનની સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર કેટલાક વીડિયોમાં જોઈ શકાય છે કે લોકો હજારોની સંખ્યામાં પગપાળા સ્થળાંતર કરતા દેખાઈ રહ્યા છે. કેટલાક લોકો બળદગાડા પર આગળ વધી રહ્યા છે. જોકે આ વીડિયોની કોઈ પુષ્ટિ થઈ શકી નહોતી. સ્થાનિક અને પેલેસ્ટીની મીડિયાએ અહેવાલ આપ્યો કે લક્ષિત વિસ્તારોમાં રહેતા પરિવારોએ શનિવારે અંધારું થયા પછી અને રવિવારની સવાર સુધી તેમના ઘરો છોડીને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું હતું. ૧૩ મહિના પહેલા યુદ્ધ શરૂ થયું ત્યારથી વિસ્થાપનની અનેક લહેર જોવા મળી છે. મધ્ય ગાઝામાં, આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે શનિવાર રાતથી અલ-મગાઝી અને અલ-બુરીજના શહેરી શિબિરો પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૧૦ પેલેસ્ટીની માર્યા ગયા હતા.