
ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
માનવ સમાજે યથાર્થ સ્વરૂપે આ વાતનો સ્વીકાર કરી લીધો કે સમાજનું સૌથી ન્યૂનતમ એકમ પરિવાર છે અને પરિવારનું નિર્માણ પુરૂષ અને સ્ત્રીના મેળાપ અને મિલાપથી થાય છે, જેનું નિયમિત ઉચિત સ્વરૂપ તમામ ધર્મોમાં લગ્નને માનવામાં આવે છે.
મારા પોતાના અગાઉના લેખમાં મેં લગ્ન પ્રથા તેના મહત્ત્વને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને આજના લેખમાં આ પ્રથાને જાણવા તથા સમજવાનો પ્રયાસ થશે કે લગ્ન પછી સમાજનું સૌથી નાનું એકમ પરિવાર યોગ્ય સ્વરૂપે ચાલતું હોય તો આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓનો પક્ષ શું છે અને તે માનવતાને કેવા પ્રકારની નિયમાવલી પ્રદાન કરે છે ?
ઈસ્લામી શિક્ષાઓમાં જે રીતે પુરૂષ અને સ્ત્રીનો મિલાપ અર્થાત લગ્ન અને પરિવાર નિર્ધાણ સંબંધી નિયમાવલી તથા દિશા-નિર્દેશ પ્રદાન કરવામાં આવ્યા છે તે જ રીતે પુરૂષ અને સ્ત્રીને બીજાથી અલગ થવા કે છૂટા થવા માટે પણ સ્પષ્ટ અને પરિપૂર્ણ નિયમાવલી તથા વિધાન પ્રદાન કરવામાં આવ્યું છે. જેને લાગુ કરવા માટે ફકત સામાજિક અપેક્ષાઓને પૂર્ણ કરી શકાય છે. એટલું જ નહીં પરંતુ તેને નિયમિત તથા યોગ્ય સ્વરૂપે ચલાવતા પ્રગતિ ભણી અગ્રેસર પણ કરી શકાય છે.
પુરૂષ તેમજ સ્ત્રીના લગ્ન અથવા મિલાપ પછી જો તેઓનું એક સાથે રહેવું સંભવ ન થઈ રહ્યું હોય અને કોઈક કારણે દશા કે હાલત ત્યાં સુધી પહોંચી હોય કે તેઓ એકબીજાથી અલગ કે છૂટા થવામાં પણ પોતાની ભલાઈ સમજી રહ્યા હોય તો આ સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓ તેમને આ સ્પષ્ટ નિયમાવલી પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ એકબીજાથી સારી રીતે અલગ થઈ શકે છે કે છૂટા પડી શકે છે.
જો પતિ-પત્નીમાંથી અલગ થવાનો પ્રસ્તાવ પતિની તરફથી હોય તો ઈસ્લામી શિક્ષાઓમાં તેને ‘તલાક’ નામથી ઓળખવામાં આવે છે. ઈસ્લામી શિક્ષાઓમાં અને હલાલ અને ઉચિત વસ્તુઓમાં સૌથી અપ્રિય બતાવવામાં આવી છે કેમ કે આના દ્વારા ફકત બે વ્યક્તિ જ એકબીજાથી અલગ થતા નથી પરંતુ બે સંપૂર્ણ પરિવાર સાથોસાથ તેમના સગાસંબંધીઓ અને સમગ્ર પરિવાર પ્રભાવિત થાય છે. તલાકની આ પ્રચંડતાને કારણે ઈસ્લામી શિક્ષાઓમાં આ વાત કહેવામાં આવી છે કે આનાથી ધરતી અને આકાશ, સાથોસાથ અલ્લાહનું સિંહાસન પણ હલી જઈ ડામાડોળ થઈ જાય છે.
આ ઉપરાંત પણ સમાજ અને માનવતાની ભલાઈ માટે અંતિમ નિષ્કર્ષતા સ્વરૂપે તલાકને હલાલ તથા ઉચિત બતાવવામાં આવી જેથી કરીને જો કોઈ વખતે સમસ્ત પ્રયત્નો ઉપરાંત પતિ-પત્નીનું એક સાથે જીવન વિતાવવાનું સંભવ ન થઈ રહ્યું હોય તો તેઓ ઉચિત રીતે તથા સારી રીતે એકબીજાથી અલગ થઈ જાય.
આ જ રીતે જો પત્ની પણ પતિથી યોગ્ય કારણોને આધારે અલગ થવા ઈચ્છે છે તો તેને ‘ખુલા’નો અધિકાર ઈસ્લામી શિક્ષાઓ દ્વારા આપવામાં આવ્યો છે.
તલાક અને ખુલાના સંબંધમાં ઈસ્લામી શિક્ષાઓનો આ પક્ષ ખૂબ જ વિચિત્ર, પ્રશંસનીય તથા માનવ હિતૈષી છે કે જો પત્નીના કોઈ મોટા રોગમાં ગ્રસ્ત હોવાને કારણે પતિ તેનાથી અલગ થવા ઈચ્છે તો ઈસ્લામી શિક્ષાઓ તેને આ અધિકાર માત્ર આપતી નથી પરંતુ તેના શારીરિક અને પ્રાકૃતિક આવશ્યકતાઓની પૂર્તિ માટે તેની સમક્ષ બીજા લગ્નનો પ્રસ્તાવ મૂકે છે, સાથોસાથ આ વાતને પણ સુનિશ્ચિત કરે છે કે તે પોતાની પ્રથમ પત્નીની તમામ આવશ્યકતાઓની પૂર્તિ કરે, પરંતુ જો કોઈ રોગને કારણે પતિની આવી સ્થિતિ થઈ જાય તો ઈસ્લામી શિક્ષાઓ પત્નીને અલગ થવાનો અધિકાર આપે છે.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)