આરક્ષણ સંઘર્ષ મોરચાએ દલિતો તથા પછાત વર્ગો અને ઓબીસી ને યુનિવર્સિટી પ્રવેશ ની માંગણી કરી અને એમના માટે અનામતની સુવિધા આપવાની માગણી સાથે કુચ કરી અને દેખાવો કર્યા
(એજન્સી)
અલીગઢ, તા.૨૮
આરક્ષણ સંઘર્ષ મોરચાએ મંગળવારે દલિતો તથા પછાત વર્ગ અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અનામતનો કોટા જાહેર કરવાની માગણી કરી છે અને આ માગણી ના ટેકામાં મોરચા એ વિરોધ કુચ નું આયોજન કર્યું હતું અને યુનિવર્સિટીના દરવાજોની બહાર દેખાવો કર્યા હતા. દલિતો તેમજ પછાત વર્ગ અને ઓબીસીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં પ્રવેશમાં અનામતની સુવિધા આપવાની મોરચાએ માગણી કરી છે.
દેખાવકાર નો મોટો સમૂહ અલીગઢમાં સિવિલ લાઇન્સ વિસ્તારમાં રાજા મહેન્દ્ર પ્રતાપ ચોકમાં એકત્રક થયો હતો અને ત્યાંથી યુનિવર્સિટી સરકાર સુધી કુચ શરૂ કરી હતી. દેખાવ કરવોએ એમયુના દરવાજા પાસે બેસીને ધાર્મિક સૂત્રોચાર કર્યા હતા અને યુનિવર્સિટીના વિરોધમાં પણ સૂત્રો પોકાર્યા હતા. કેટલાક દેખાવ કરો એ યુનિવર્સિટીની આસપાસ અને દરવાજે ગોઠવાયેલી બેરીકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે દેખાવકારોએ મોકલેલું આવેદન પત્ર અધિક સીટી મેજિસ્ટ્રેટ સંજય કુમાર મિશ્રાએ સ્વીકાર્યું હતું. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે દેખાવકારોએ ખૂબ ઉશ્કેરણી જનક સૂત્રોચ્ચાર કર્યા હતા. હકીકતે યુનિવર્સિટીમાં અનામતનો મુદ્દો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે અને દેશના બંધારણ તથા કાયદાની પરિસ્થિતિ મુજબ એ મુદ્દાનો સુપ્રીમ કોર્ટ અભ્યાસ કરી રહી છે. હકીકતે યુનિવર્સિટીમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે પણ અનામતની કોઈ જોગવાઈ નથી. આ બાબતે ખોટો પ્રચાર ચગાવવામાં આવી રહ્યો છે. ભારતીય કોઈપણ કોર્સ માટે અમારે ત્યાં મુસ્લિમો માટે પણ અનામતની જોગવાઈ નથી અને આવી કોઈ સિસ્ટમ જ યુનિવર્સિટીમાં નથી. દેખાવ કરો વિદ્યાર્થીઓ દ્વારા આ નવો મોરચો રચવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમજણ સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કેમ્પસ સુધી જતા માર્ગો પર બેરિકેડ ઉભા કરી દેવામાં આવ્યા હતા.