એકબીજાની સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો વધશે. (હદીસ બોધ)
બોધ વચન
સૌથી મોટી બદનામી સૌથી મોટા હોદ્દા સાથે જોડાયેલી છે. -શેકસપિયર
૩૦ નવેમ્બર શનિવાર ર૦૨૪
૨૭ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ ચૌદસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૯
ખત્મે ઝવાલ ૧૨-૨૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ગિરતે રહે સજદોં મેં હમ અપની હી હસરતોંકી ખાતિર ‘ઈકબાલ’,
અગર ઈશ્ક-એ-ખુદામેં ગિરે હોતે તો કોઈ હસરત અધૂરી ના હોતી
અલ્લાહમા કહે છે કે આપણે જ્યારે દુઃખ આવી પડે છે ત્યારે અથવા કંઈક મેળવવું હોય ત્યારે જ ખુદાને યાદ કરીએ છીએ, પણ જો ખુદાની લગનમાં, કોઈ અપેક્ષા વગર તેની ઈબાદત કરતા રહીએ તો આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)