Religion

હદીસ બોધ

હિસાબના દિવસે (ન્યાયના દિવસે) ત્રાજવામાં સૌથી વજનદાર વસ્તુ તમારૂં “સદવર્તન” હશે. (હદીસ બોધ)

બોધ વચન

જ્યાં સુધી તમે તમારી જાતને હથોડાથી ટીપીને ઘડશો નહીં ત્યાં સુધી તમે તમારા ચારિત્ર્યનું ઘડતર કરી શકાશો નહીં. -ફ્રોઈડ

આજની આરસી

૨ ડિસેમ્બર સોમવાર ર૦૨૪
૨૯ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ માગશર સુદ એકમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૦
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ફિરકા-બંદી હૈં કહીં ઔર કહીં જાતેં હૈં,
કયા જમાનેમેં પનપનેકી યહી બાતેં હૈં ?
દાયકાઓ પહેલાં અલ્લામાએ મુસલમાનોમાં ફિરકા-બંદી વિશે ચેતવણી આપી હતી કે શું આવી જ રીતે મુસલમાનોએ વહેંચાઈને જીવવાનું છે ? ફિરકા-બંદીથી આપણો સમાજ પ્રગતિ કરી શકવાનો નથી.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)