(એજન્સી) તા.૨
ઈઝરાયેલ અને પેલેસ્ટીન વચ્ચે દાયકાઓથી સંઘર્ષની સ્થિતિ જોવા મળી રહી છે. કબજો કરનારા ઈઝરાયલે પેલેસ્ટીનના અનેક વિસ્તારોને પચાવી પાડ્યા છે જે વાત જગજાહેર છે અને તે ધીમે ધીમે ઉધઈની જેમ પેલેસ્ટીનના બાકીના વિસ્તારોને પચાવી પાડવા તરફ અગ્રેસર છે અને તેની વસાહતવાદની નીતિને આગળ વધારતું જઇ રહ્યું છે. આ દરમિયાન એક ચોંકાવનારા સમાચાર એ આવ્યા છે કે લગભગ બે દાયકાના સંઘર્ષ પછી, અહીં આવેલું ઉમ્મ અલ હિરાન નામનું ગામ પણ નાશ પામી ગયું છે. ગયા અઠવાડિયે, ઉમ્મ અલ-હિરાનના લોકોને તેમના ઘરોમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા, પરંતુ મોટાભાગના લોકો વિરોધ કર્યા વિના જ આગળ વધી ગયા હતા. દક્ષિણ ઇઝરાયેલના નેગેવ (નકાબ) રણમાં પેલેસ્ટીની ગામના રહેવાસીઓએ તેમના પોતાના મકાનો જાતે તોડી પાડ્યા હતા. તેઓએ આ કામ એટલા માટે જાતે જ કર્યું કે જેથી તેઓ પોતાની ઘરવખરી બતાવી શકે અને ઘરમાં પાળેલા પ્રાણીઓ પણ બચાવી શકે. ૨૦૧૭માં સ્થિતિ તદ્દન અલગ હતી. ત્યારપછી ડિમોલિશનના અગાઉના રાઉન્ડમાં પોલીસ દ્વારા ૪૭ વર્ષીય સ્કૂલ ટીચર, યાકૂબ અબુ અલ-કિયાનના જીવલેણ ગોળીબારમાં પરિણમ્યું હતું. આ ઘટનાએ મીડિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. આ વખતે ત્યાં થોડું કવરેજ કરાયું હતું, અને સ્થાનિકો પાસે વિરોધ કરવાનો કોઈ વિકલ્પ રહ્યો નહોતો. હિંસક હકાલપટ્ટી અથવા દંડના ડરથી, તેઓએ તેમના ઘરો છોડી દીધા, ભલે ઘણા કિસ્સાઓમાં તેમની પાસે બીજે ક્યાંય જવાનું વિકલ્પ ન હતું. તેમની જગ્યાએ હવે યહૂદી વસાહતીઓને વસાવાશે. ગામના રહેવાસીઓ માટે કામ કરતા વકીલના જણાવ્યાં અનુસાર, સપ્ટેમ્બરમાં ઇઝરાયેલ સરકારના બેદુઇન સત્તા સાથે ‘એક સમજૂતી સુધી પહોંચવાના ઉદ્દેશ્ય સાથે’ લાંબી બેઠક યોજવામાં આવી હતી. આ મીટિંગ બાદ ઓથોરિટીએ જવાબ આપવાનું બંધ કરી દીધું હતું. નેગેવમાં વાદી અલ-ખલીલ સહિત ત્રણ ગામોને પહેલાથી જ ખાલી કરીને તોડી પાડવામાં આવ્યા છે અને રાસ જરાબાહ ગામ પણ જોખમમાં છે. રાજ્યના અધિકારીઓ માટે રહેવાસીઓ દ્વારા તેમના ઘરોને ખાલી કરાવવા અને વિનાશ કરવા પૂરતા ન હતા. તેણે પોતાની મસ્જિદ જાળવી રાખી હતી અને તેથી, સેંકડો વિશેષ પોલીસ, હેલિકોપ્ટર સાથે, ગુરૂવારે સવારે ગામમાં પ્રવેશ્યા. જ્યારે રહેવાસીઓ ત્યાંથી નીકળી ગયા હતા ત્યારે ત્યાં કોઈ ઘર ઊભું ન હતું. જ્યારે પોલીસે ગામની મસ્જિદનો નાશ કર્યો ત્યારે ૨૦થી ઓછા કાર્યકરો, પત્રકારો અને પૂર્વ રહેવાસીઓ ત્યાર હાજર હતા. પછી રહેવાસીઓ તેને તોડી પાડવામાં નિષ્ફળ ગયા હતા, તેથી ડિમોલિશનના ખર્ચ માટે દંડ વસૂલતી નોટિસ પોસ્ટ કરવામાં આવી હતી.