(એજન્સી)
તિરૂવનંતપુરમ, તા.૬
કેરળના કુડાપ્પનાકુન્નુ જિલ્લામાં એક દલિત અધિકારીની હેરાનગતી કરવાના આરોપસર એક યુનિયન નેતા સામે પોલીસે કેસ દાખલ કર્યો છે. સરકારી પોલ્ટ્રી ફાર્મ સંભાળતા કે. બાબુ નામના એક ફિલ્ડ અધિકારીની કેટલાક સુધારા કરવા બદલ બદલી કરી નાંખવામાં આવી હતી. એ પછી અધિકારીએ બદલી સામે અદાલતમાં અરજી કરી હતી. અદાલતે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. બાબુએ એવી ફરિયાદ કરી હતી કે, સરકારી એનિમલ ફાર્મ વર્કર યુનિયનના મહામંત્રી પી.એસ. નાયડુ અને અન્યો સરકારે ફાર્મમાં દારૂની મહેફિલ જમાવતા હતા. આ ફરિયાદ થયા પછી યુનિયનના નેતાએ અધિકારીની બદલી કરાવી હતી અને તેની હેરાનગતી શરૂ કરી હતી. એ પછી અધિકારીની ફરિયાદને આધારે યુનિયનના નેતા નાયડુ પર પોલીસે કેસ દાખલ કર્યો હતો.