(એજન્સી) તા.૭
પેલેસ્ટીની ઇન્ફોર્મેશન સેન્ટરના અહેવાલ અનુસાર કેદીઓની બાબતો સાથે સંબંધિત વિશેષ સંસ્થાઓએ ઇઝરાયેલની ડેમોન જેલમાં મહિલા પેલેસ્ટીની કેદીઓ સામે જેલરો દ્વારા ગંભીર ઉલ્લંઘનો જાહેર કર્યા છે. સંસ્થાઓએ સૂચવ્યું હતું કે, જેલના રક્ષકો મહિલા કેદીઓની તલાશી લે અને તેમને તેમના હિજાબ વગર રૂમમાં એકાંતમાં રાખે છે જે ૨૪ કલાક સીસીટીવી મોનિટર હેઠળ હોય છે. એવું નોંધવામાં આવ્યું હતું કે પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ભોજનમાં તેઓ અઠવાડિયા દરમિયાન ફૂગ યુક્ત બ્રેડ અને થોડી માત્રામાં બગડેલું હમસ મેળવે છે. કેદી સંગઠનો દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ડેમોન જેલમાં ૮૯ મહિલાઓ કેદ છે, જેમાંથી ચાર ગાઝાની છે, જો કે તેમની ઓળખ અજાણ છે.