(એજન્સી) તા.૭
ઇઝરાયેલી અખબાર હારેટ્ઝે શુક્રવારે આપેલા અહેવાલ મુજબ,ગાઝામાં ઇઝરાયેલી હવાઈ હુમલાઓએ સમગ્ર પેલેસ્ટીની પરિવારોને ખતમ કરી નાખ્યા છે, કેટલાક બોમ્બ ધડાકાએ અસંખ્ય બાળકો સહિત એક જ ઘરની ચાર પેઢીઓનો કરી નાખ્યો છે. ગાઝામાં એક અનામી પત્રકારને ટાંકીને, હારેટ્ઝે અહેવાલ આપ્યો કે, ગાઝામાં અલ-નાસેર, દોગમુશ, સાલેમ, અલ-મસરી અને અલ-અસ્તાલ પરિવારો પેલેસ્ટીની વસ્તી રજિસ્ટ્રીમાંથી ખતમ કરી નાખવામાં આવ્યા છે. અહેવાલમાં ગાઝામાં પેલેસ્ટીની આરોગ્ય મંત્રાલયના ડેટાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે યુદ્ધની શરૂઆત અને આ વર્ષે ૧લી નવેમ્બર વચ્ચે ૭,૧૬૦ પરિવારો પર બોમ્બમારો કરવામાં આવ્યો છે. તેમાંથી, ૧,૪૧૦ સંપૂર્ણપણે નાશ પામ્યા છે; ૫,૪૪૪ લોકો મૃત્યુ પામ્યા, અને નોંધ્યું કે ૩,૪૬૩ પરિવારોમાં, ૭,૯૩૪ લોકો માર્યા ગયા છે અને કુટુંબ દીઠ માત્ર એક સભ્ય જીવિત છે. ૨,૨૮૭ પરિવારોમાં, ૯,૫૭૭ લોકો માર્યા ગયા છે જેમાં બે અથવા વધુ પરિવારના સભ્યો બચી ગયા છે. અખબારે જણાવ્યું હતું કે,ઇઝરાયેલ સંરક્ષણ દળોએ લેખ અંગે ટિપ્પણી કરવાની વિનંતીનો જવાબ આપ્યો નથી.