મજૂરની મજૂરી તેનો પરસેવો સૂકાય તે પહેલાં ચૂકવો. (હદીસ બોધ)
બોધ વચન
પ્રેમ એ ત્યાં સુધી પ્રેમ નથી, જ્યાં સુધી તે બીજાને આપી ન દેવાય. -એરિક
આજની આરસી
૧૦ ડિસેમ્બર મંગળવાર ર૦૨૪
૭ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ દસમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૫
ખત્મે ઝવાલ ૧૨-૩૨
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખિરદ વાકિફ નહીં હૈ નેક-ઓ-બદ સે,
બઢી જાતી હૈ જાલીમ અપની હદસે,
ખુદા જાને મુઝે ક્યા હો ગયા હૈ,
ખિરદ બેઝાર દિલસે, દિલ ખિરદસે !
કવિ કહે છેકે અક્કલ, બુદ્ધિ, જ્ઞાનને સારા નરસા, નેક કે બદીની જાણ નથી, લોકો જ્ઞાનમાં ઉત્તરોત્તર વધારો કરી રહ્યા છે, બુદ્ધિ, જ્ઞાન અને દિલ, હૃદય, મનને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. તમારા સંબંધોમાં નફા-નુકસાનનું ગણિત ન મૂકો, જીવનમાં પ્રેમ, લાગણી, આત્મીયતાને મહત્ત્વ આપો. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)