ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ વાસે
વર્તમાન યુગમાં ઈસ્લામી સજાઓ ફક્ત આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની રહી છે એટલું જ નહીં પરંતુ જુદા જુદા જૂથો તથા બુદ્ધિજીવીઓ દ્વારા આને માનવતાના વિરોધી તથા માનવાધિકારોનું ઉલ્લંઘન અને હનન પણ બતાવવામાં આવે છે. આ કારણે આ વિષય અતિ મહત્ત્વપૂર્ણ બની જાય છે કે શું છે વાસ્તવમાં તે ધર્મ જેને આના અનુયાયીઓ ઈશ્વરીય (અલ્લાહ)નો ધર્મ બતાવે છે, તે માનવતાનો વિરોધી હોઈ શકે છે.
આ સત્ય છે કે ઈસ્લામે અપરાધીઓ માટે કઠોર અને પ્રચંડ સજાઓ અર્થાત ખાસ પ્રકારના દંડ ફટકારવાની વ્યવસ્થા કરી છે. ઉદાહરણ તરીકે ચોરના હાથ કાપી નાખવા, બળાત્કાર કરનારને ૧૦૦ કોરડા ફટકારવા અને અમુક પરિસ્થિતિઓમાં મૃત્યુની સજા આપવી વગેરે પરંતુ જો ઈસ્લામ ધર્મ દ્વારા નિર્ધારિત આ સજાઓનું નિષ્પક્ષ અવલોકન કરવામાં આવે તો ખાસ કરીને વર્તમાન યુગના જુદા જુદા સમાજો તથા તેઓની અંદર ઘટિત થતા અપરાધોના સંદર્ભમાં ફકત આની પ્રાસંગિકતા સ્પષ્ટ થઈ જશે એટલું જ નહીં પરંતુ સરળતાની સાથે આ વાત ઉપર પણ સહમતી સધાશે કે સમાજમાં અપરાધને ઘટાડવા માટે કઠોર દંડ આવશ્યક છે કેમ કે આ યથાર્થ છે કે કોઈપણ માનવ સમાજ અપરાધીઓનો સંરક્ષક બની શકતી નથી.
આ પ્રકારે આ પણ યથાર્થ છે કે કોઈપણ સમાજમાં ન્યાયની સ્થાપના અને આના કરતાં પણ વધારે તેની સુદૃઢતા તથા તેને સુવ્યવસ્થિત રીતે ચલાવવી અને તેને પ્રગતિ ભણી આગળ ધપાવવા માટે આ આવશ્યક છે કે તે પોતાના શરીરના તે અંગો અને ભાગોને અલગ કરી નાખે જે તેને પોતાના દૂષિત અને અપરાધિક ઉદેશોની પ્રયોગશાળા બનાવવા ઈચ્છે છે.
કોઈક રીતે આધુનિક ચિકિત્સકો આ વાત અંગે સહમત છે કે શરીરના તે અંગને કાપી નાખવું જ યોગ્ય અને આવશ્યક છે જે સમગ્ર શરીર તંત્રના માટે વિઘ્ન ઊભા કરી શકે અથવા તો હાનિનું કારણ બની શકે છે. આ જ રીતે ઈસ્લામે પણ સામાજિક દોષ ઉત્પન્ન કરતાં તત્ત્વોથી પણ તે જ પ્રકારે પહોંચી વળવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને માનવ સમાજમાંથી દોષો અને અપરાધોનો અંત આવી શકાય અને સમાજમાં વસતા તમામે તમામ વ્યક્તિઓને ન્યાયની પ્રાપ્તિ થઈ શકે.
અત્રે આ વાસ્તવિકતાનું પણ જ્ઞાન થવું જોઈએ કે ઈસ્લામી સમાજમાં વસવાટ કરતાં તમામ વ્યક્તિઓને તેઓના મૌલિક અને ઉચિત આવશ્યકતાઓની પૂર્તિ કરવામાં આવી રહી હોય.
આ જ પ્રકારે આ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઈસ્લામ એક અભ્યસ્ત અપરાધો તથા સંયોગ માત્ર અથવા આકસ્મિક સ્વરૂપે આકાર પામનાર ગુનાખોરી વચ્ચે અંતર દર્શાવે છે. અત્રે ફકત એક ઉદાહરણ પ્રાસંગિક કહેવાશે.
નિસંદેહ ઈસ્લામમાં ચોરીની સજા હાથ કાપી નાખવાની છે, પરંતુ દ્વિતીય ઈસ્લામી ખલીફા હઝરત ઉમર (રદી.)ના શાસનકાળમાં એક વ્યક્તિએ ચોરી કરી અને ક્ષેત્રિય અદાલતે તેના હાથ કાપી નાખવાની સજા સંભળાવી. આ વ્યક્તિએ ક્ષેત્રિય અદાલતના આ નિર્ણયની વિરૂદ્ધ કેન્દ્રમાં ખલીફાને અપીલ કરી. હઝરત ઉમર (રદી.)એ તે વ્યક્તિને પૂછ્યું શું તે ચોરી કરી છે ? તેણે હા પાડી. ખલીફાએ કહ્યું કે તો પછી કાઝીના ચુકાદા અંગે તમને શું વાંધો છે ? તેણે કહ્યું કાઝીએ અપરાધને આધાર બનાવીને ચુકાદો આપ્યો છે પરંતુ તે પરિસ્થિતિઓને નજર સમક્ષ રાખી નથી, જેને કારણે મારાથી આ ગુનો થયો છે. હઝરત ઉમર (રદી.) પૂછ્યું – આની સાથે તારો શું ઉદ્દેશ છે ? તે વ્યક્તિએ કહ્યું, હું જે વિસ્તારમાં રહું છું ત્યાં દુષ્કાળ પડ્યો છે, મારી પાસે જમવા માટે કાંઈપણ ન હતું. તે ભૂખની પ્રચંડતા મારાથી સહન થઈ શકી નહીં તો અનિચ્છા સ્વરૂપે મારાથી આ ગુનો થઈ ગયો. હઝરત ઉમર (રદી.)તે વ્યક્તિના આ તર્કથી પ્રભાવિત થયા અને તેમણે ફક્ત તેને સજાથી મુક્તિ આપી એટલું જ નહીં પરંતુ તે વિસ્તારમાં ખાવા-પીવાની સામગ્રી તથા અન્ય આવશ્યક વસ્તુઓનો જથ્થો મોકલવાનો આદેશ પણ જારી કર્યો.
(લેખક ડૉ. ઝાકીર હુસૈન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇસ્લામિક સ્ટડીઝના ડાયરેક્ટર છે.)