પોલીસે જણાવ્યું હતું કે, દક્ષિણ ભારતમાં ગુસ્સે ભરાયેલા ટોળાએ ગાયની કતલ કરી હોવાની શંકાને બે નિમ્ન જાતિના પિતરાઈ ભાઈઓ પર હુમલો કર્યો હતો, પ્રાણીઓના કથિત રક્ષકો દ્વારા આ પ્રકારનો આ સૌથી તાજો હુમલો હતો
(એજન્સી) તા.૧૪
જ્યારે તેઓ આંધ્રપ્રદેશ રાજ્યના એક ગામમાં મૃત ગાયનું ચામડું કાઢી રહ્યા હતા ત્યારે ભારતની સૌથી નીચી દલિત જાતિના મોકાટી એલિશા અને મોકાટી વેંકટેશ્વર રાવને લગભગ ૫૦ માણસોના ટોળાએ ઝાડ સાથે બાંધી માર માર્યો હતો સ્થાનિક નાયબ પોલીસ અધિક્ષક લંકા અંકૈયાએ જણાવ્યું હતું કે, “જ્યારે ગ્રામવાસીઓના ટોળાએ એલિશા અને વેંકટેશ્વરને ગાયનું ચામડી કાઢતા જોયા, ત્યારે તેઓએ માની લીધું કે તેઓએ જીવંત પ્રાણીની કતલ કરી છે.” તેમણે ઉમેર્યું કે, “ક્ષણિક આવેશમાં ગામલોકો લાગણીઓમાં વહી ગયા અને તેઓએ એલિશા અને વેંકટેશ્વરને માર માર્યો” પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોની અટકાયત કરી છે.
ગાયોને હિન્દુઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે અને મોટાભાગના ભારતીય રાજ્યોમાં તેમની હત્યા પર પ્રતિબંધ છે, પરંતુ પિતરાઈ ભાઈઓએ જણાવ્યું હતું કે તેઓને વીજ કરંટથી મૃત્યુ પામ્યા પછી પ્રાણીની ચામડી ઊતારવા માટે ભાડે રાખવામાં આવ્યા હતા. અગાઉ “અસ્પૃશ્ય” તરીકે ઓળખાતા, દલિતોને સામાન્ય રીતે શેરીઓમાંથી મૃત ગાયોના શબને દૂર કરવાનું કામ સોંપવામાં આવે છે, જ્યાં પ્રાણીઓ મોટાભાગે મુક્તપણે ફરતા હોય છે. હિંદુ રાષ્ટ્રવાદી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ઊંડે પ્રવેશેલા સામાજિક વંશવેલાના તળિયે આવેલા દલિતો પરના હુમલાઓને રોકવાની વિનંતી કર્યાના દિવસો પછી તાજેતરનો હુમલો આવ્યો છે. દલિત સમુદાયમાં ગુસ્સો વધી ગયો છે અને ગયા મહિનાના અંતમાં ગાય-રક્ષણ જાગ્રત લોકો દ્વારા ચાર ગ્રામજનોને જાહેરમાં કોરડા મારવાને લઈને હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. કાર્યકરો દ્વારા ગીચ બજારમાં તેમને બેલ્ટ અને દંડા વડે માર મારવામાં આવી રહ્યો હતો ત્યારના ફૂટેજમાં ચાર અર્ધ-નગ્ન દલિત પુરૂષોને કાર સાથે બાંધેલા દર્શાવવામાં આવ્યા. હુમલા પછી પોલીસે જણાવ્યું હતું કે, બંને પિતરાઈ ભાઈઓ નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, રાવને એક કાનથી સંભળાવાનું બંધ થઈ ગયું છે . એલિશાના પુત્ર, ચંતિ બાબુએ જણાવ્યું હતું કે, જ્યારે તેમના પરિવારો તેમને બચાવવા આવ્યા ત્યારે તેમના પિતા અને કાકાના શરીર પર ઉઝરડા પડી ગયા હતા. બાબુએ કહ્યું, “અમને ફોન આવ્યા કે તેમને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે અને માર મારવામાં આવી રહ્યો છે. અમે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેઓના શરીર પર પહેલેથી જ ઉઝરડા પડી ગયા હતા,” તેણે કહ્યું, “તેઓએ જે ગુનો કર્યો ન હતો તેના માટે તેમને મારવા માટે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને લાકડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”