અનાજની ઈજ્જત કરો; તેને વેડફો નહીં. (હદીસ બોધ)
બોધ વચન
જ્યારે આપણી વચ્ચે ‘હું’ અને ‘તું’ નહીં રહે ત્યારે મંદિર, મસ્જિદ અને દેવળ બધું સમાન થઈ જશે. – શબ્સતરી
આજની આરસી
૧૭ ડિસેમ્બર મંગળવાર ર૦૨૪
૧૪ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર વદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૯
ખત્મે ઝવાલ ૧૨-૩૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૪
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૭
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મુઝે ઈશ્ક કે પર લગા કર ઊડા
મેરી ખાક જુગ્નુ બનાકે ઊડા
કવિ દુઆ માંગે છે કે ખુદા મને મોહબ્બત, પ્યારરૂપી પાંખ લગાવી દે તો હું સમગ્ર જગતમાં ઊડી શકું અને તમામ જગ્યાએ મોહબ્બત, પ્યાર જ પ્યાર ફેલાવું. મારા મૃત્યુ પછી હે ખુદા મારી માટીને જુગ્નુ બનાવી દે તો હું દુનિયામાં ફેલાયેલા વેર, ઝેર, નફરત, દુશ્મનાવટના અંધકારને દૂર કરી મોહબ્બત, પ્યારરૂપી પ્રકાશ ફેલાવું -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)