(એજન્સી) તા.૨૩
વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુની સરકારના રાજીનામાની માગણી સાથે શનિવારે દેશભરમાં ઈઝરાયેલીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ તેમના પર ગાઝા પટ્ટી સાથે યુદ્ધવિરામ અને કેદીઓના વિનિમય કરારને અવરોધવાનો આરોપ મૂક્યો. લાખો લોકોએ નેતાન્યાહુની ટીકા કરી અને ‘ઈઝરાયેલના ઈતિહાસની સૌથી દક્ષીણપંથી સરકાર’ હોવા બદલ તેમની સરકારના રાજીનામા અને વહેલી ચૂંટણીઓ માટે પુનરોચ્ચાર કર્યો. તેલ અવીવ, હૈફા, બેરશેબા, પશ્ચિમ જેરૂસલેમ અને દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શનો થયા. મુખ્ય વિરોધ તેલ અવીવમાં સંરક્ષણ મંત્રાલયની આસપાસ કેન્દ્રિત હતો, જ્યાં વિરોધીઓએ નેતાન્યાહુ અને તેમની સરકારના સભ્યો વિરૂદ્ધ બેનરો, પોસ્ટરો અને પ્લેકાર્ડ રાખ્યા હતા. સંરક્ષણ મંત્રાલયની નજીક કપલાન સ્ટ્રીટ પર વિરોધીઓને સંબોધતા, વિરોધ પક્ષના નેતા અને પૂર્વ વડાપ્રધાન યાયર લેપિડે ચૂંટણીમાં સરકારને ‘ઉથલાવી’ કરવાનું વચન આપ્યું હતું. લેપિડે ભારપૂર્વક જણાવ્યું કે તે નેતાન્યાહુની સરકાર સાથે મંત્રણા કરશે નહીં અને પીછેહઠ કરશે નહીં.તેમણે જણાવ્યું કે, ‘અમે જીતીશું. બીબી (નેતાન્યાહુ) ખરેખર મજબૂત નથી થઈ રહ્યા. લોકો તેમના પક્ષમાં નથી. ચૂંટણીઓ યોજવામાં આવી રહી નથી કારણ કે તેઓ ચૂંટણીથી ડરે છે કારણ કે તેઓ સત્ય જાણતા હતા.’ ઇઝરાયેલના કેદી મતાન ઝંગાઉકરના, નેતાન્યાહુ પર ગાઝામાં યુદ્ધવિરામ અને કેદીઓના વિનિમય માટેની મંત્રણાને તોડફોડ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો હતો. ઝંગૌકરે રાજકીય લાભ માટે ગાઝામાં લશ્કરી અભિયાન ચાલુ રાખવા અને કેદીઓના વિનિમય કરારને નકારવા બદલ નેતાન્યાહુની ટીકા કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘યુદ્ધ સમાપ્ત કરવું ન તો કોઈ અવરોધ છે કે ન કોઈ ખર્ચ. ધ્યેય યુદ્ધનો અંત લાવવા અને તમામ કેદીઓને પાછા લાવવાનો છે.’ ઇઝરાયેલીઓ અને આંતરરાષ્ટ્રીય અભિપ્રાય આક્ષેપ કરે છે કે નેતાન્યાહુએ રાજકીય કારણોસર પેલેસ્ટીની પ્રતિકાર જૂથ હમાસ સાથે કેદીઓની અદલાબદલી માટે મંત્રણા કરવાનો ઇન્કાર કર્યો છે. એક અંદાજ મુજબ ગાઝામાં હાલમાં ૧૦૧ ઈઝરાયેલ કેદીઓ છે.