કોંગ્રેસ યુવા વિકાસ મોરચા, ફગવાડા સાથે જોડાયેલા દલિત કાર્યકરોએ તેના પ્રમુખ અનુ સહોતાની આગેવાની હેઠળ આજે હરગોબિંદ નગરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહનું સંસદમાં ડૉ. બી.આર. આંબેડકર વિરૂદ્ધ કરેલી કથિત ટિપ્પણીના વિરોધમાં તેમનું પૂતળું બાળ્યું હતું
(એજન્સી) તા.રપ
ફગવાડાના કોંગ્રેસના ધારાસભ્ય બલવિંદર સિંહ ધાલીવાલે પણ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. બાદમાં આંબેડકર પાર્કથી બસ સ્ટેન્ડ સુધી વિરોધ રેલી કાઢી હતી. આ પદયાત્રા આંબેડકર પાર્ક ખાતે પરત ફરી હતી. દરમિયાન, આંબેડકર સેના મૂળનિવાસી, ફગવાડાના કાર્યકર્તાઓ, જિલ્લા પ્રમુખ ધરમવીર બૌધની આગેવાની હેઠળ, પણ ગૃહ પ્રધાનની ટિપ્પણીનો વિરોધ કર્યો. આંબેડકર પાર્કથી ગોલ ચોક સુધી રેલી કાઢવામાં આવી હતી અને કેન્દ્રીય ગૃહમંત્રી સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. વિરોધીઓએ ફગવાડાના ગોલ ચોક ખાતે અમિત શાહનું પૂતળું બાળ્યું હતું. ગુરૂ રવિ દાસ ટાઈગર ફોર્સ સાથે જોડાયેલા કાર્યકરોએ પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ડૉ. આંબેડકર વિશેની કથિત અપમાનજનક ટિપ્પણી માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓએ કેન્દ્રીય ગૃહમંત્રીનું પૂતળું બાળ્યું હતું.