Site icon Gujarat Today

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮
બાગપતના ૨૬ વર્ષીય જિતેન્દ્ર કુમાર, જેમણે ૨૫ ડિસેમ્બરે સંસદની નજીક આત્મદાહ કરવાનો પ્રયાસ કર્યો, તે દલિત છે અને તેના ગામમાં ઉચ્ચ જાતિના કેટલાક સભ્યો સાથેના વિવાદને કારણે તેના પરિવાર માટે ન્યાયની આતુરતાથી રાહ જોઈ રહ્યો હોવાનું તેના પિતરાઈ ભાઈએ મીડિયાને જણાવ્યું હતું. જિતેન્દ્રના પિતરાઈ ભાઈ ગૌરવ કુમારે જણાવ્યું હતું કે, જીતેન્દ્રના પિતા પર ભૂતકાળમાં હુમલો થયો હતો. બંદૂક સાથે ઘરમાં ઘૂસેલા આરોપીઓ દ્વારા લાત માર્યા બાદ તેની ભાભીને કસુવાવડ થઈ હતી. તેણે જિલ્લાભરના પોલીસ સ્ટેશનોની મુલાકાત લીધી હતી, પરંતુ તેનો કોઈ ફાયદો થયો ન હતો. જિતેન્દ્રની બહેનના લગ્ન ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવ્યા હતા, અને અમે વિચાર્યું કે તે આ હેતુ માટે દિલ્હી ગયા હતા, ” જિતેન્દ્ર બુધવારે લગભગ ૯૦% બળી ગયો હતો અને ‘દિલ્હીની હોસ્પિટલમાં જીવન-મારાં વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે’. જિતેન્દ્રના પાડોશી રાજ પાલે કહ્યું, “આ બધું ત્યારે શરૂ થયું જ્યારે હોમગાર્ડ કવિન્દર ચૌધરી અને તેના ભાઈ વિકેન્દ્ર ચૌધરીને જિતેન્દ્રના પિતા મહિપાલ કુમાર સાથે વિવાદ થયો. મહિપાલ પર હુમલો કરવામાં આવ્યો અને જ્યારે તેણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો, ત્યારે કવિન્દર (તે જ થાણામાં પોસ્ટેડ)એ એફઆઈઆર નોંધાવા દીધી ન હતી. પાછળથી બનેલી ઘટનામાં તેમાંથી એકે મહિપાલને કાર સાથે ટક્કર માર્યા બાદ લગભગ તેને મારી જ નાખ્યો હતો. પરંતુ, સદનસીબે મહિપાલ બચી ગયો હતો. ગૌરવ અને રાજ પાલનો પડઘો પાડતા, અન્ય એક પાડોશી, ઈશ્વર દાસે વધુમાં કહ્યું, “જિતેન્દ્ર અને તેના ભાઈને નકલી કેસમા જેલમાં પણ મોકલવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા પછી, તેણે પરિવારના મુદ્દાઓ સાથે લખનૌમાં એસસી/એસટી કમિશનનો સંપર્ક કર્યો, જેના પછી એફઆઈઆર નોંધવામાં આવી, પરંતુ બાગપતમાં પોલીસે યોગ્ય તપાસ કર્યા વિના તે કેસનો નિકાલ કર્યો. એ જ વિસ્તારમાં રહેતા મનીષ કુમારે ઉમેર્યું, “જિતેન્દ્ર છેલ્લા ત્રણ મહિનાથી તણાવમાં હતો. ઉચ્ચ જાતિના કેટલાક પ્રભાવશાળી લોકો નથી ઈચ્છતા કે આપણે શાંતિથી જીવીએ.જો કોઈ ઉકેલ નહીં મળે તો તે આત્મવિલોપન કરશે તેવી જાણ કરીને તે દિલ્હી જવા રવાના થયો હતો..” પોલીસે જણાવ્યું હતું કે, જિતેન્દ્ર પર બાગપતમાં તેની સામે હુમલાના બે કેસ નોંધાયેલા છે અને તેણે કારની ઘટના સંબંધિત એસસી/એસટી એક્ટ હેઠળ વિકેન્દ્ર સામે કેસ દાખલ કર્યો હતો. આ દરમિયાન એસપી (બાગપત) અર્પિત વિજયવર્ગીયએ કહ્યું કે તેઓ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છે. બાગપતના સાંસદ રાજ કુમાર સાંગવાને મીડિયાને જણાવ્યું : “મેં રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિવારને મળ્યો અને તેમને ખાતરી આપી કે ન્યાય મળશે. હું આ મામલો સીએમ સમક્ષ ઉઠાવીશ અને અલગ એજન્સી દ્વારા કેસની તપાસ કરાવવાનો પ્રયાસ કરીશ.’

Exit mobile version