(એજન્સી) સિંગાપુર, તા.૩
સિંગાપુરનાં નવનિયુક્ત રાષ્ટ્રપતિ હલીમા યાકુબ ૩૦ વર્ષ પહેલાં ખરીદેલું પોતાનું ઘર છોડી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ આ ઘર સુરક્ષાના કારણે છોડી રહ્યાં છે. હલીમા યાકુબે પોતાના લગ્ન બાદ સાર્વજનિક આવાસ યોજના હેઠળ આ ઘર બનાવ્યું છે. ગૃહમંત્રાલયે (એમએચએ) રાષ્ટ્રપતિને સલાહ આપતાં કહ્યું હતું કે જો તેઓ પોતાના જૂના ઘરમાં જ રહેવા માંગતા હોય તો સુરક્ષા એજન્સીઓને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે ગૃહમંત્રાલયે આ કારણોસર રાષ્ટ્રપતિને આ ઘર છોડીને અન્ય સ્થળે જવાની સલાહ આપી છે. તેનાથી સુરક્ષા એજન્સીઓ તેમની રક્ષા કરી શકશે. રાષ્ટ્રપતિરૂપે ૧૩ સપ્ટેમ્બરના રોજ નિયુુક્ત થયા બાદ પણ તેઓ યિસહુન ફલેટમાં રહેતાં હતા. તેઓ સિંગાપુરના એવા પ્રથમ રાષ્ટ્રપતિ હતા જે કાર્યભાર સંભાળ્યા બાદ પણ સાર્વજનિક આવાસ યોજના હેઠળ બનેલા મકાનમાં રહેતાં હતા.