Site icon Gujarat Today

કર્ણાટકની પૂર્વ પોલીસ અધિકારી અનુપમા શિનોય રાજકીય પક્ષ રચશે

(એજન્સી) મેંગ્લુરૂ, તા.૩
પૂર્વ ડીવાય. એસપી અનુપમા શિનોય એક નવેમ્બરના રોજ પોતાની નવી પાર્ટીની શરૂઆત કરશે. તેમની પાર્ટીનું નામ ‘‘કન્નડ રાજ્યોત્સવો’’ હશે. સૂત્રો મુજબ ઘણા સમયથી અનુપમાના નવા પક્ષને રચવા તથા કોઈ પક્ષમાં જોડાવવાની અટકળો લગાવવામાં આવી રહી હતી પણ આ બધી અટકળોનો હવે અંત આવ્યો છે. અનુપમા શિનોય પોતાના નવા પક્ષની સ્થાપના ૧ નવેમ્બરના રોજ કરશે. જૂન ર૦૧૬માં શિનોયે પોલીસ ફોર્સને છોડી દીધી હતી. અનુપમાએ શ્રમ મંત્રી પીટી પરમેશ્વર નાઈક પર પોતાના કામમાં હસ્તક્ષેપ કરવાના આરોપ લાગવતા ૪ જૂનના રોજ રાજીનામું આપી દીધું હતું. શિનોયે સોમવારે ઉડુપીમાં તેમના નિવાસ પર પોતાના કેટલાક મિત્રો સાથે લાંબી બેઠક કર્યા બાદ ફેસબુક પર પોતાનો નિર્ણય આપ્યો હતો. અનુપમાએ કહ્યું કે તેઓ છેલ્લા એક વર્ષથી રાજનીતિમાં આવવા માંગતા હતા. આના માટે તેઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા. જેનાથી તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાની અટકળો લગાવવામાં આવી રહી હતી પણ તેઓ પછીથી પીછેહઠ કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીનું હિન્દી વલણ એ કર્ણાટક માટે સારું ન હતું. ઘણા બધા મારા શુભચિંતકોએ મને ભાજપામાં જોડાવવા કહ્યું હતું. પણ મેં જોયું કે, કોંગ્રેસ અને બીજા પક્ષો બધા એક જેવા જ છે એમ શિનોયે જણાવ્યું હતું. બેલ્લારી તથા કુડલીગીમાં પત્રકાર પરિષદમાં અનુપમાએ પોતાના પક્ષની જાહેરાત કરી હતી. શિનોયે કહ્યું કે પોતાના સ્વાર્થી હેતુઓથી તેમણે પાર્ટીની સ્થાપના નથી કરી પણ હું વર્તમાન રાજકારણી નેતાઓ સાથે યુદ્ધ કરી રહી છું અને હું એમાં ચોક્કસ રીતે જીતીશ. હું ત્યાં સુધી આરામ નહીં કરું જ્યાં સુધી બધા રર૪ ધારાસભ્યોને બહારનો રસ્તો ન દેખાડી દઉં કારણ કે મને નીકાળ્યા બાદ એમાંથી એક પણ ધારાસભ્ય મારી સાથે નહોતા ઊભા રહ્યા. તેમણે કહ્યું કે એમની પાર્ટી ર૦૧૮ની વિધાનસભાની ચૂંટણીમાં બધી સોટો પર પોતાના ઉમેદવાર ઉતારશે અને એમાંથી આશા છે કે ૬૦ સીટો તેઓ જીતશે.

Exit mobile version