(એજન્સી) લંડન, તા.પ
એક ખૂબ જ નાટકીય બનાવ બ્રિટનમાં બન્યો છે. બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે પોતાના પક્ષના સેમ્પલમાં સંબોધન કરી રહ્યા હતા. એ દરમ્યાન એમના એક વિરોધી મંચ ઉપર જવામાં સફળ થયો અને સંબોધન અધવચ્ચે અટકાવી વડાપ્રધાનને ગુલાબી સ્લીપ આપી હતી.
આ ઘટના પછી વિરોધ કરનારને સુરક્ષાકર્મીઓ હોલની બહાર લઈ આવ્યા. જો કે તેમ છતાંય થેરેસા મે એ પોતાનો સંબોધન ચાલુ રાખી પૂર્ણ કર્યું હતું.
એમણે કહ્યું હું એ વ્યક્તિને મળવા જઈ રહ્યું છું જે મને ગુલાબી સ્લીપ ઁ૪૫ આપવા આવ્યો હતો. એ વ્યક્તિ મજૂર પક્ષનો જેરેપી કોરબિયન હતો.
ગુલાબી સ્લીપ ઁ૪૫ ઈંગ્લેન્ડમાં એવા કર્મચારીને આપવામાં આવે છે જેમણે પોતાની નોકરી દરમ્યાન બેજવાબદારી અને અનાવશ્યક કાર્ય કર્યું હોય. વિરોધ કરનાર વ્યક્તિને ઓળખી કઢાયું છે. એ વ્યક્તિ કોમેડિયન લી નેલસન છે. એમણે કહ્યું કે એમના એક મિત્ર બોરિસ જ્હોનસને ઁ૪૫ સ્લીપ આપવા કહ્યું હતું. બોરિસ બ્રેક્ઝિટ જનમત વખતે મેની સામે સંઘર્ષમાં ઉતર્યો હતો. લી નેલસને એ પછી બોરિસને સંદેશો આપ્યો કે મેં થેરેસાને ઁ૪૫ સ્લીપ આપી દીધી છે.