માનવીના મગજમાં દરરોજ એક નવો વિચાર જન્મ લે છે. માનવીના આ વિચારો તેના કર્મ સાથે ગાઢ સંબંધ ધરાવે છે કારણ કે માનવી જેવું વિચારે છે. મોટાભાગે તેવા જ તેના કર્મ હોય છે. સકારાત્મક વિચારસરણી ધરાવતો મનુષ્ય સતત સારા કામોમાં પેરોવાયેલો રહે છે. જ્યારે દુષ્ટ વિચારોવાળો મનુષ્ય અદ્યોગતિને પામે છે.
માનવીનું મગજ હંમેશા વિચારોના ચકરાવે ચઢેલું હોય છે. વિચાર એ ક્ષણભંગુર છે પરંતુ નવા વિચારોની ઉત્પતિ સતત થતી રહે છે. ઘણીવાર માણસની સામે અણધારી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે. ત્યારે તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તેના માટે માણસ સતત વિચારોનું મનોમંથન કરતો રહે છે, કયારેક સમજદારીભર્યા નિર્ણયથી તે સમસ્યાનો ઉકેલ પણ મેળવી લે છે પરંતુ કયારેક વિચારોની ઓછી આવક અથવા દુષ્ટ વિચારો માણસને કયારેય તે પરિસ્થિતિમાંથી બહાર લાવી શકતા નથી. માટે માણસને હંમેશા ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય છતાંય સકારાત્મક વિચારોની સૂઝ કેળવવી જરૂરી છે.
પ્રથમ તસવીર ધ ન્યૂયોર્કર મેગેઝિનની છે. રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રારંભિક સપ્તાહનો પ્રતિભાવ આપવા આ મહિનાના અંતમાં ધ ન્યૂયોર્કર મેગેઝિને તેના ઉગ્ર કવર પેજની સાથે પોતાની ૯રમી જયંતી ઉજવી. આ કવરની વિશેષતા એ હતી કે તેમાં ચિત્રિત સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના હાથમાં મશાલમાંથી પ્રકાશ બહારની તરફ ફેંકાઈ રહ્યો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે. આ કવર માટે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અને તેની ચમકતી મશાલનો ઉપયોગ કરવાનો હેતુ નવા વસાહતીઓનું સ્વાગત કરવાનો હતો અને સાથે જ તે અમેરિકી મૂલ્યોનું ચિહ્ન પણ છે.
બીજી તસવીરમાં ડેર સ્પીએગેલ નામના જર્મન સાપ્તાહિકનું કવર પેજ દર્શાવવામાં આવ્યું છે જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઉગ્રભાવ સાથે દર્શાવવામાં આવ્યા છે તેમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના માથાને તલવાર વડે વાઢી નાંખવામાં આવ્યું હોય તેવી તસવીર જોવા મળે છે. આ કવર પેજ દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યું હતું. ૧૯૮૦માં એક રાજકીય શરણાર્થી તરીકે એડેલ રોડ્રીગુએઝ ક્યુબાથી યુએસ આવ્યા હતા. અન્ય વસાહતીઓની જેમ તે પણ અન્ય દેશોમાંથી આવતા શરણાર્થીઓ તથા મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો પર યુએસના પ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવેલા વહીવટી આદેશ અનુસાર હંગામી ધોરણે મૂકવામાં આવેલા પ્રતિબંધથી નારાજ થયા હતા. હું નવ વર્ષનો હતો ત્યારે હું અહીંયા આવ્યો હતો તેથી મને સારી રીતે યાદ છે કે પોતાનો દેશ છોડતી વખતે નાના બાળકો શું અનુભવે છે. મને એ બધુ જ યાદ છે તેથી હું ચિંતિત છું. અન્ય વસાહતીઓ કરતાં તદ્દન જુદી જ રીતે રોડ્રીગુએઝે કલાના ભાગ તરીકે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો જે આજે વિશ્વના સૌથી અગ્રણી મેગેઝિનોમાંના કવરમાં આગવું સ્થાન ધરાવે છે.