કોલકાતા, તા.પ
પૂર્વ ભારતીય કપ્તાન સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીની પ્રશંસા કરતા કહ્યું છે કે કોહલીમાં ભારતીય ટીમના મહાન ક્રિકેટ કપ્તાનોમાંથી એક બનવાના બધા ગુણ છે. સૌરવે કહ્યું કે વિરાટની કેપ્ટનશીપની દૃષ્ટિએ આગામી ૧પ મહિના ખૂબ જ મહત્ત્વના સાબિત થશે કારણ કે આ દરમ્યાન ટીમ ઈન્ડિયાને દ.આફ્રિકા, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવાનો છે. આ ઉપરાંત વર્ષ ર૦૧૯માં વર્લ્ડકપ પણ રમાશે. ગાંગુલીએ કહ્યું કે મારા મત મુજબ વિરાટ યોગ્ય માર્ગે છે તે ટીમને સારી રીતે તૈયાર કરી રહ્યો છે. તે યુવા ખેલાડીઓને ભરપૂર તક આપી રહ્યો છે.