(એજન્સી) નવી દિલ્હી, તા. ૫
ભાજપ અધ્યક્ષ અમિત શાહે કેરળની જનરક્ષા યાત્રાને અધવચ્ચે છોડીની દિલ્હી પરત આવ્યાં પરિણામે એવી ્અટકળ વહેતી થઈ કે લોકોના અપુરતા ઉત્સાહ અને જેટલો જોઈએ તેટલો પ્રતિસાદ ન સાંપડતાં અમિત શાહે યાત્રાને અધવચ્ચે છોડી હતી. દિલ્હી આવીને પીએમ મોદી અને નાણા મંત્રી જેટલીને મળ્યાં હતા. અર્થતંત્રની કથળેલી હાલતનો વડાપ્રધાન મોદીએ બચાવ કર્યાં પછી જ તરત થયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ઘણા મુદ્દે ચર્ચા થઈ હતી. એવું જણાવવામાં આવ્યું કે મોદીએ અર્થતંત્ર, ગુજરાત ચૂંટણી,ની ઉપરાંત જીએસટી કાઉન્સિલની બેઠક અંગે પણ ચર્ચા કરી. એવું પણ સાંભળવા મળ્યું કે જીએશટી અંગે આલોચનાનો સામનો કરી રહેલી સરકાર ખાસ કરીને કાપડ વેપારીઓ માટે કેટલીક રાહતની જાહેરાત કરી શકે છે. બુધવારે વડાપ્રધાન મોદીએ આઈસીએસઆઈના ગોલ્ડન જ્યુબિલિ કાર્યક્રમમાં કથળતી જતી અર્થવ્યસ્થા અંગે થઈ રહેલી ટીકા-ટીપ્પણીનો જવાબ આપ્યો હતો. આ દરમિયાન અચાનક જ ભાજપ અમિત શાહ પોતાની કેરળની મુલાકાત અધવચ્ચે છોડીની દિલ્હી પરત ફર્યાં હતા. આજે પીએમ મોદીએ તેમના બન્ને નેતાઓ સાથે મહત્વની મુલાકાત કરી. મીડિયા રિપોર્ટ અનુસાર આ બેઠકમાં ઈકોનોમીની સાથે સાથે ગુજરાત ચૂંટણી અને જીએસટી કાઉન્સિલ અંગે પણ ચર્ચા થઈ હતી. ભાજપના વરિષ્ઠ નેતાઓ યશવંતસિંહા અને અરૂણ શોરી લગાતાર સરકાર પર હુમલાઓ કરી રહ્યાં છે. મોદીએ પોતાના સંબોધનમાં મહાભારતના પાત્ર શલ્ય સાથે તુલના કરીને પરોક્ષ રીતે નકારાત્મક ખબરો ફેલાવવાનો આક્ષેપ કર્યો. મોદીના બયાન પર પલટવાર કરતાં યશવંતસિંહાએ કહ્યું કે તેઓ શલ્ય નથી પરંતુ ભીષ્મ છે. ચાલુ વર્ષના અંતમાં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. અહિંના વેપારીઓ જીએસટીને કારણે ભાજપની નારાજ છે. પીએમની બેઠકમાં આ તમામ મુદ્દે ચર્ચા થઈ હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટ અનુસાર, સરકાર જીએસટી અંગે વેપારીઓને કેટલીક રાહતો આપી શકે છે. અમિત શાહે કેરળમાં જનરક્ષા યાત્રાની શરૂઆત કરાવી છે. ભાજપે રાજ્યમાં ૧૪ દિવસની રેલની જાહેરાત કરી છે. રાજ્ય ભાજપ પ્રમુખ કુમાનમ રાજશેખરને કહ્યું કે અમિત શાહને ઘણા બધા કામો હોવાને કારણે દિલ્હી પરત ફરવું પડ્યું છે. લોકોના અપુરતા ઉત્સાહને કારણે અમિત શાહે કેરળ જનરક્ષા યાત્રા અધવચ્ચેથી છોડી, પીએમ સાથેની બેઠકમાં જીએસટી, ગુજરાત ચૂંટણી જેવા મુદ્દે ચર્ચા થઈ હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવાયું.