માનવીના મગજમાં દરરોજ એક નવો વિચાર જન્મ લે છે. માનવીના આ વિચારો તેના કર્મ સાથે ગાઢ સંબંધ ધરાવે છે કારણ કે માનવી જેવું વિચારે છે. મોટાભાગે તેવા જ તેના કર્મ હોય છે. સકારાત્મક વિચારસરણી ધરાવતો મનુષ્ય સતત સારા કામોમાં પેરોવાયેલો રહે છે. જ્યારે દુષ્ટ વિચારોવાળો મનુષ્ય અદ્યોગતિને પામે છે.
માનવીનું મગજ હંમેશા વિચારોના ચકરાવે ચઢેલું હોય છે. વિચાર એ ક્ષણભંગુર છે પરંતુ નવા વિચારોની ઉત્પતિ સતત થતી રહે છે. ઘણીવાર માણસની સામે અણધારી પરિસ્થિતિ આવીને ઊભી રહી જાય છે. ત્યારે તેમાંથી કઈ રીતે બહાર નીકળવું તેના માટે માણસ સતત વિચારોનું મનોમંથન કરતો રહે છે, કયારેક સમજદારીભર્યા નિર્ણયથી તે સમસ્યાનો ઉકેલ પણ મેળવી લે છે પરંતુ કયારેક વિચારોની ઓછી આવક અથવા દુષ્ટ વિચારો માણસને કયારેય તે પરિસ્થિતિમાંથી બહાર લાવી શકતા નથી. માટે માણસને હંમેશા ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય છતાંય સકારાત્મક વિચારોની સૂઝ કેળવવી જરૂરી છે.
ઉક્ત તસવીર વિલેજ મેગેઝિનની છે તે ડાબેરી રાજકીય પક્ષ દ્વારા પ્રકાશિત થતું સામયિક છે, જેણે પોતાની જાતને આર્યલેન્ડના રાજકીય અને સાંસ્કૃતિક મેગેઝિનના રૂપમાં ઢાળ્યું છે. આ મુદ્દો એક લેખમાંથી ઊભો થયો છે. જેમાં લખવામાં આવ્યું હતું કે, વિશ્વની સૌથી શક્તિશાળી સત્તા પર સૌથી ખરાબ વ્યક્તિ બિરાજમાન છે. જે લાખો, કરોડો વ્યક્તિઓ સહિત સમગ્ર વિશ્વને નુકસાન પહોંચાડી શકે છે. તેથી કદાચ તેનો ઉકેલ તાનાશાહી જ છે, જે કદાચ તેને સત્તા પરથી દૂર કરી શકે છે. સદીઓથી પ્રાચીન ગ્રીક અને રોમન તથા ઘણા ફિલસૂફો અને ધર્મશાસ્ત્રીઓ દ્વારા તાનાશાહીને સમર્થન મળ્યું છે.