(એજન્સી) બારમેર, તા.૬
પશ્ચિમી રાજસ્થાનના ર૦ મુસ્લિમ પરિવારો તેમના ગામની બહાર રહેવા પર મજબૂર છે. તેમને હિન્દુના ઉચ્ચ જ્ઞાતિના લોકો ધમકી આપી રહ્યા છે. આ પહેલાં હિન્દુઓએ ફોલ્ક ગીતકારની હત્યા કરી નાંખી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ર૦૦ મુસ્લિમ વ્યક્તિઓ જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. તેઓ પોલીસના સંરક્ષણ હેઠળ બલાડમાં તેમના સંબંધીને ત્યાં પોતાના ગામથી દૂર દંતાલ જેસલમેર જિલ્લામાં રહેવા મજબૂર છે. ભાજપ શાસિત રાજ્યમાં લઘુમતી સમુદાયોને ટાર્ગેટ કરી તેમને હિજરત કરવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ પહેલાં પણ હરિયાણામાં ઢોરના વેપારી પહેલુખાનની પણ ગામ રક્ષણના નામે પર હત્યા કરી દેવામાં આવી હતી. જેસલમેરમાં મુશ્કેલીની શરૂઆત ર૭ સપ્ટેમ્બર નવરાત્રીના તહેવાર વખતે થઈ જ્યારે ફોલ્ક ગીતકાર અમાદખાન ધાર્મિક ગીતો ગાઈ રહ્યો હતો. પોલીસે જણાવ્યું કે, ધર્મગુરૂ રમેશ સુથારખાનને કહ્યું કે તેઓ સાચા રાગથી ગાઈ ત્યારે જ માતાજી એમના શરીરમાં પ્રવેશ કરશે. ત્યાંના લોકોનું માનવું હતું કે, આવો ચમત્કાર થાય છે. પોલીસે કહ્યું કે, સુથાર માતાજીને શરીરમાં પ્રવેશ કરાવી ત્યાંના લોકોની મુશ્કેલીઓ દૂર કરતો હતો. સુથારે અમાદખાન પર ખોટી રીતે ગાવાનો આરોપ લગાવ્યો અને અમાદના સંગીતના સાધનો પણ તોડી નાંખ્યા હતા. એ જ રાત્રે સુથાર અને તેના બે સાથીએ અમાદખાનનું ઘરેથી અપહરણ કરી લીધું હતું. ખાનના નાના ભાઈએ જણાવ્યું કે, ઢોરમાર મારીને ત્યારબાદ ખાનનું મૃતદેહ ઘરની બહાર ફેંકી જતા રહ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે હિન્દુ સમુદાયના લોકોએ આવીને ખાનના પરિવારને ધમકી આપી હતી. ત્યારબાદ ખાન પરિવારે પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ખાન પરિવારની ફરિયાદ બાદ રમેશ, સુથાર અને બીજા ઉચ્ચ જાતિના લોકોએ મુસ્લિમોને ગામથી બહાર જવાનું કહી દીધું હતું. ધમકીથી ડરી ગયેલા ર૦ જેટલા મુસ્લિમ પરિવારો ગામ છોડી જતાં રહ્યા હતા. પોલીસે ૪ ઓક્ટોબરના રોજ રમેશ સુથારની ધરપકડ કરી હતી.