(એજન્સી) મુંબઇ, તા. ૯
વકફની સંપત્તિ મુસ્લિમોની પોતાની છે અને તેની સુરક્ષાની જવાબદારી તેમની પોતાની જ છે. આ સંપત્તિ સામાન્ય મુસ્લિમોના કલ્યાણ માટે તેમના પૂર્વજોએ વકફ કરી છે. જો તેમાંથી મુસ્લિમો પૂરતો લાભ ન ઉઠાવી શકે તો તેમને જ નુકસાન થશે. જેને તેમને આગામી પેઢીઓ ક્યારેય માફ નહીં કરે તેમ વકફ આંદોલન તરફથી દીવાને આમ હોલ ઇસ્લામ જીમખાનામાં આયોજિત સ્વાગત સમારોહમાં રાજ્ય લઘુમતી મંત્રીના મુખ્ય સચિવ શ્યામ તયાગડેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, વકફ અધિનિયમ ૧૯૬૫ અંતર્ગત દરેક ૧૦ વર્ષમાં વકફની સંપત્તિનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. તે અંતર્ગત મહારાષ્ટ્ર સરકારે વકફ સંપત્તિના બીજા સર્વેક્ષણનો નિર્ણય લીધો છે અને પાઇલટ પરિયોજનાના રૂપમાં દેખરેખ અને અગ્રણી સર્વેક્ષમ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારના પ્રતિનિધિ પોતાનું કામ કરશે પરંતુ જ્યારે સ્થાનિક મુસ્લિમો અને તેમના સામાજિક સંગઠન તેની સાથે સહયોગ નહીં કરે તો સર્વેક્ષણ પૂરૂં નહીં થાય. તેમણે વકફ આંદોલનના નેતા શબ્બીર અહમદ અન્સારીની વકફ સંપત્તિઓના સર્વેક્ષણ પ્રત્યે જાગૃતિ અને ઉત્સાહને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, શબ્બીર અહમદ અન્સારી એકમાત્ર એવી વ્યક્તિ છે જે અમારી પાસે વારંવાર વકફ બોર્ડ અને વકફ સર્વેક્ષણ જાણકારી મેળવવા અને સલાહ સૂચન આપવા માટે આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં કોઇ વ્યક્તિ કે સંગઠન નથી જે વકફ સંપત્તિને લઇ કામ કરી રહ્યું હોય.