(એજન્સી) બેઈજિંગ, તા. ૯
ભારતીય સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમનની સિક્કીમના નાથુલાની મુલાકાતના એક દિવસ બાદ ચીને આજે એવું કહ્યું કે ભારત સાથે સરહદે શાંતિ જાળવવા તૈયાર છીએ. ચીને સોમવારે ભારત સાથે સરહદી વિસ્તારોમાં સંયુક્ત રીતે શાંતિ જાળવવાની તૈયારી દાખવી.ચાઈનીઝ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ૧૮૯૦ની ઐતિહાસિક સંધી દ્વારા ભારત-ચીન સરહદી વિસ્તારને ડિલિમિટ કરવામાં આવ્યો છે અને નાથુલા પાસ આ સંધીનું સાક્ષી બની રહ્યું છે. ચીન-ભારત સાથે સરહદે શાંતિ જાળવવા રાખવા ઈચ્છુક છે. ડૉ.કલામ વિવાદ દરમ્યાન ચીને ૧૮૯૦ની બ્રિટન-ચીન સંધીનો સતત ઉલ્લેખ કરતું રહ્યું છે. ચીને કહ્યું કે, આ સંધી હેઠળ નાથુલા વિસ્તારને ડિલિમિટ કરવામાં આવ્યો છે. સીતારમનની મુલાકાતનો ઉલ્લેખ કરતાં ચીને કહ્યું કે મુલાકાત દરમિયાન સીતારમને નવા બાંધવામાં આવેલા એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું જે ચીની સરહદની એકદમ નજીક છે જે નવેમ્બરમાં કાર્યરત બનશે. ચીની અખબારમાં એવું જણાવાયું કે ભારતીય રક્ષામંત્રીએ ચીની જવાનો સાથે મિત્રતાભાવે વાતચીત કરી હતી. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી વીડિયોમાં સીતારમન ચીની જવાનો સાથે હસ્તધૂન કરી રહેલા દેખાતા હતા. સાથે કેટલાક ભારતીય રાષ્ટ્રવાદીઓ ભારતની તાકાત અને અધિકારીઓને ઓવર એસ્ટીમેટ કરી રહ્યા હતા. ચીને કહ્યું કે સિલિગુડી કોરિડોર વિશે ભારતની ચિંતા સમજી શકાય તેવી છે પરંતુ નવી દિલ્હીએ ગૂંચવાડો પેદા કરવાની જરૂર નથી. ભારતીય મહાસાગર અને મલાક્કા સ્ટ્રીટમાંથી પસાર થતાં પરિવહન માર્ગ વિશે ચીન પણ ચિંતાતુર છે. ઉલ્લેખનીય છે કે નિર્મલા સીતારમને રવિવારે નાથુલાની મુલાકાતે ગયા હતા ત્યાં તેમણે ચીની સૈનિકો સાથે હસ્તધૂન કર્યું હતું અને તેમની સાથે વાતચીત કરી હતી.