વિશાખાપટ્ટનમ, તા.૧૧
કપ્તાન શ્રેયસ અય્યર (૯૦) અને અંકિત બાવને (અણનમ ૮૩)ની શાનદાર બોલિંગની મદદથી ભારત ‘એ’એ વરસાદના વિઘ્નવાળી બીજી વન-ડે મેચમાં ન્યુઝીલેન્ડ ‘એ’ વિરૂદ્ધ મેચ ટાઈ કરી લીધી. ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમે ફિલિપના ૧૪૦ રનની મદદથી નિર્ધારિત ૪ર ઓવરમાં ૬ વિકેટે ર૬૯ રન બનાવ્યા. ફિલિપે ૧૩૦ બોલની ઈનિંગમાં ચાર સિક્સર અને ૧પ ચોગ્ગા ફટકાર્યા. તેના જવાબમાં ભારતીય ટીમે પણ ૯ વિકેટે ર૬૯ રન બનાવ્યા. ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને અડધી ટીમ ૮૪ રનમાં પેવેલિયન પરત ફર્યા બાદ અય્યરને અંકિતના રૂપમાં વિશ્વાસપાત્ર સાથી મળ્યો. બંનેએ ૧રપ રનની ભાગીદારી કરી મેચમાં ભારતનંુ પુનરાગમન કરાવ્યું. અત્યારે ૭૩ બોલની ઈનિંગમાં સાથ ચોગ્ગા અને પાંચ સિક્સર ફટકારી. અય્યરના આઉટ થયા બાદ અંકિતે પૂછડિયા બેટ્સમેનોનો સાથ મેળવી મેચને ટાઈ કરી.