(એજન્સી) ગાઝા, તા.૧ર
પેલેસ્ટીની પ્રિઝનર્સ અફેર્સ ઓથોરિટીના અભ્યાસ અને દસ્તાવેજીકરણ વિભાગના વડા અબ્દુલ નાસર ફરવાનાએ જણાવ્યું કે, ૧૯૬૭થી ઈઝરાયેલી જેલમાં ર૧ર પેલેસ્ટીની કેદીઓનાં મોત નિપજ્યા છે તેમાં ૧ ઓક્ટોબર ર૦૧પના રોજ ફાટી નીકળેલા જેરૂસલેમ વિપ્લવના ૬ શહીદોનો પણ સમાવેશ થાય છે.
તબીબી બેદરકારીને કારણે મૃત્યુ પામેલા કેદી ફદી અલ-દેરબીની શહીદીની બીજી પુણ્યતિથિએ ફરવાનાએ જણાવ્યું કે, અત્યાચારના લીધે ૭૧ કેદીઓના અને તબીબી બેદરકારીના કારણે પ૯ના કેદીઓનાં મોત થયા આ ઉપરાંત જેલની અંદર ઈઝરાયેલી ગોળીબારમાં હત્યા થઈ હોય તેવા ૭ કેસો છે તથા અન્ય ૭૪ને કેદ કરવામાં આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે, અત્યાચાર અને તબીબી બેદરકારીના કારણે ઈઝરાયેલી જેલમાંથી મુક્ત થવાના થોડા સમયમાં જ અનેક પૂર્વ કેદીઓનાં મોત નિપજ્યા હતા. આ હત્યાઓ માટે ફરવાનાએ સંપૂર્ણ રીતે ઈઝરાયેલી કબજા હેઠળના સત્તાધીશોને જવાબદાર ઠેરવ્યા હતા અને ઈઝરાયેલી જેલમાં કેદ હજારો પેલેસ્ટીની કેદીઓની રક્ષા માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરી છે.