(એજન્સી) બાડમેર, તા.૧૩
રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલ બાલોતરામાં મુસ્લિમ યુવક કથિત પરણિત મહિલા સાથે હોટલમાં ઝડપાતા ટોળાએ માર માર્યો હતો. ટોળાએ જય શ્રી રામના નારા સાથે યુવક પહાડુખાનને ઢોર માર માર્યો હતો. ઝાલોરના સાયલાનો વતની પહાડુખાનને સારવાર અર્થે જોધપુર મોકલવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પીડિત ગેરેજ માલિકની પત્ની સાથે હોટલના રૂમમાં મળી આવ્યો હતો. પહાડુખાન ગેરેજ માલિકને ત્યાં કામ કરતો હતો. રાજસ્થાનના નાગોરમાં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો. નાગોરના સ્થાનિક ખાપ પંચાયતે વાંધો ઉઠાવતા બે યુવકોને માર મારી માથંુ મુંડાવ્યું હતું. બંને પર સગીરાઓ સાથે ભાગી જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છોકરી યુવક સાથે લગ્ન કરવા માગતી હતી. પરંતુ છોકરી સગીર હોવાની જાણ થતાં તેઓ ગામમાં પરત ફર્યા હતા. જ્યાં બંને યુવકોને માર મારવામાં આવ્યો હતો. ભાજપના વસુંધરા રાજે દ્વારા શાસિત રાજસ્થાનમાં ભૂતકાળમાં કાયદો અને વ્યવસ્થા કથળતી અનેક ઘટનાઓ બની છે. પહેલુખાનને પણ અલવર જિલ્લામાં કથિત ગૌરક્ષકો દ્વારા માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો.