(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
કોંગ્રેસ પાર્ટીએ હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને આવકારી કહ્યું છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી તારીખોની જાહેરાત નહીં કરવા પાછળ શક પેદા થયો છે. કોંગ્રેસ સાંસદ અને હિમાચલ પ્રદેશ પાર્ટી પ્રભારી સચિવ રંજીત રંજને પત્રકારોને કહ્યું કે, હિમાચલમાં ચૂંટણી માટે પક્ષ તૈયાર છે અને ટૂંકમાં જ ઉમેદવારોની જાહેરાત કરાશે. હિમાચલની સાથે જ ઉમેદવારોની જાહેરાત કરાશે. હિમાચલની સાથે જ ગુજરાત ચૂંટણીની જાહેરાત કરવી જોઈતી હતી. જે બતાવે છે કે, ગુજરાત સરકાર જનતાને ગુમરાહ કરવા કેટલીક લોભામણી ચીજોની જાહેરાત કરશે. પક્ષે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરી લીધો છે. જ્યારે ભાજપમાં કંઈ ઉમેદવાર દાવેદાર છે. મતદાન અને મતગણતરી વચ્ચે ૧ મહિનાનો લાંબો સમય છે.