(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૪
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમની નવી બૂકમાં એવો ઉલ્લેખ કર્યો છે કે સીતારામ કેસરીની વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષાએ ગુજરાલ સરકારનો ભોગ લીધો. ૧૯૯૭ ની સાલમાં કોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સીતારામ કેસરી આઈકે ગુજરાલ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લઈને વડાપ્રધાન બનવા માંગતાં હતા. તેમણે લખ્યુંમ કે શા માટે કોંગ્રેસે ગુજરાલ સરકારનો ટેકો પાછો ખેચ્યો હતો. ઘણા કોંગ્રેસીઓને સીતારામ કેસરીની વડાપ્રધાન બનવાની મહત્વકાંક્ષાને જવાબદાર ઠેરવી હતી. તેમણે ભાજપ વિરોધી લાગણીનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો જ્યારે સાથે સાથે યુનાઈટેડ ફ્રન્ટ ગર્વમેન્ટની ઉપેક્ષા કરીર હ્યાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિ મુખરજીએ પોતાની નવી બૂક કોઈલેશન યર્સ : ૧૯૯૬-૨૦૧૨ માં લખ્યું કે યુનાઈટેડ ફ્રન્ટ હેઠળ આઈકે ગુજરાલ સરકારને ટેકો પાછો ખેંચવાની માંગણી જય કમિશનના પ્રાથમિક રિપોર્ટ બાદ આવી હતી. રાજીવ ગાંધીની હત્યાકેસી તપાસ કરવા માટે જૈન પંચની રચના કરવામાંઆવી. કમિશનના પ્રાથમિક અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે રાજીવ ગાંધીની હત્યામાં ડીએમકે અને તેની નેતાગીરીનો હાથ હતો. જેને પરિણામે કોંગ્રેસે ગુજરાલ સરકાર પાસે એવી માંગણી મૂકી હતી કે કેબિનેટમાંથી ડીએમકેને દૂર કરવામાં આવે. મુખરજીએ કહ્યું કે ૧૯૯૭ માં સંસદના શિયાળુ સત્રમાં આ મુદ્દે ઉગ્ર હોબાળો મચ્યો હતો અને સર્જાયેલી કટોકટીને દૂર કરવાના ભાગરૂપે અનેક વાટાઘાટો કરવામાં આવી હતી. આઈકે ગુજરાલે કેસરી, જિતેન્દ્ર પ્રસાદ, અર્જુનસિંહ, શરદ પવાર, મુખરજી જેવા કોંગ્રેસી નેતાઓને તેમના નિવાસસ્થાન ખાતે ડિનરનું આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે રાજીવ ગાંધીની હત્યામાં ડીએમકે અને તેના નેતાઓની સીધી સંડોવણી નથી અને જો આવા કિસ્સામાં તેઓ ડીએમકેની સામે કોઈ પગલાં ભરે તો તેનાથી ખોટો સંદેશ જશે. મુખરજીએ આગળ લખ્યું કે ોંગ્રેસના તત્કાલિન અધ્યક્ષ સીતારામ કેસરી આઈકે ગુજરાલ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લઈને વડાપ્રધાન બનવાની ખેવના ધરાવતા હતા.પરંતુ જ્યારે કેસરીની આગેવાની હેઠળ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં ખરાબ દેખાવ કર્યો ત્યારે કોંગ્રેસના નેતાઓે કેસરીની વિદાયનો તખતો ઘડી નાખ્યો હતો. ૫ માર્ચ ૧૯૯૮ ના રોજ સીતારામ કેસરીએ કોંગ્રેસ કારોબારીની બેઠક બોલાવી હતી અને જ્યાં કોંગ્રેસી નેતાઓએ કેસરીને અપીલ કરી હતી કે સોનિયા ગાંધીને અધ્યક્ષ બનવાનું આમંત્રણ આપવામાં આવે. પરંતુ કેસરી અધવચ્ચે બેઠક છોડીને ચાલ્યાં ગયા હતા. તેમના ગયા બાદ કોંગ્રેસી નેતાઓએ એક ઠરાવ પસાર કરીને કેસરીનો આભાર માન્યો અને સોનિયા ગાંધીને અધ્યક્ષ પદ સંભાળી લેવાનો આગ્રહ કરવામા આવ્યો.