(એજન્સી) પટણા, તા. ૧૪
પટણા યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન મોદી સમક્ષ પટણા યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની માંગણી કરી પરંતુ વડાપ્રધાને આ માંગણીને જુની ગણાવતાં કહ્યું કે દેશની ૨૦ સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓની એક યાદી બનાવવામાં આવશે અને તેમને ૧૦ હજાર કરોડનું ફંડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પટણા યુનિવર્સિટીના શતાબ્દિ સમારોહમાં વડાપ્રધાન મોદીએ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપવાની નીતિશની માગ ઠુકરાવી. તેને બદલે બિહાર માટે લગભગ ચારથી પાંચ હજારની પરિયોજનાની ભેટ આપી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે પહેલાના ઘણા વડાપ્રધાનો મારે માટે સારૂ કામ છોડી ગયાં છે. આવું જ સારૂ કામ કરવાની તક મને આજે મળી. પટણા યુનિવર્સિટીએ દેશને ઘણા નામાંકિત ચહેરા આપ્યાં છે. વડાપ્રધાને કહ્યું કે હું પટણા યુનિવર્સિટીને એક ડગલું આગળ લઈ જવા માંગું છું. હું મા સરસ્વતી અને લક્ષ્મીને સાથે સાથે ચલાવું છું. બિહારની પાસે સરસ્વતી અને લક્ષ્મી એમ બન્નેની કૃપા છે. તેમાં કેન્દ્ર રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ કરશે. આપણે બિહારને ૨૦૨૨ સુધીમાં સમૃદ્ધ રાજ્ય બનાવવાનું છે. વિશ્વની ટોચની ૫૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક પણ યુનિવર્સિટી સામેલ નથી તેથી ૦ ખાનગી અને ૧૦ જાહેર યુનિવર્સિટીઓને આગામી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન ૧૦,૦૦૦ કરોડ આપવામાં આવશે. દેશની તમામ યુનિવર્સિટીઓ આ માટે સ્પર્ધા કરી શકે છે. કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે મગજને ખાલી કરવાની જરૂર છે. દેશની યુનિવર્સિટીઓએ ટીચિંગ નહી પરંતુ લર્નિગ પ્રોસેસ પર ધ્યાન આપવાની જરૂર છે. આપણી યુનિવર્સિટીઓમાં દિમાગ ખાલ કરવાની અને ખોલવાનું અભિયાન શરૂ કરવુ જોઈએ. ત્યાર જ દેશ આગળ વધશે. મોદીએ દિવાળી પહેલા બિહાર માટે લગભગ પાંચ હજાર કરોડની યોજનાઓની ભેટ આપી. મોદીએ અહિં રાષ્ટ્રીય રાજમાર્ગ સાથે જોડાયેલી ૩૦૩૧ કરોડ રૂપિયાની ૪ પરિયોજનાઓ અને ૭.૩૮.૦૪ કરોડ રૂપિયાના ૩ પ્રોજેક્ટનો શિલાન્યાય કર્યો. મોદીએ બિહારના લોકોને આશ્વાસન પાઠવ્યું કે બિહાર અને કેન્દ્ર સરકાર રાજ્યના વિકાસ માટે હર સંભવ સહાય કરશે. વડાપ્રધાને કહ્યું કે આવનાર યુગની મુખ્ય જરૂરિયાત ઈનોવેશન પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર બની રહેશે. તેમણે કહ્યું કે હું દેશની તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને આહવાન કરૂ છું કે આપણી આસપાસ જે સમસ્યાઓ દેખાય છે તેના ઉકેલ માટે ઈનોવેટીવ અને સસ્તી ટેકનોલોજી શોધવામાં આવે.