(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
સૈયદ અલી ગીલાણીની આગેવાની વાળા હુરિયતે રવિવારે કહ્યું કે સરદાર પટેલને કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવા માટે પૂરતી આઝાદી આપવામાં આવી નહોતી તેવી ગૃહ મંત્રી રાજનાથની ટીપ્પણીથી સાબિત થયું કે કાશ્મીર ભારતનો ભાગ નથી. ગઈકાલે ગુજરાતમાં એક જનસભાને સંબોધિત કરતા ંરાજનાથે કહ્યું કે ભારતના પહેલા ગૃહમંત્રી રાજનાથને કાશ્મીર મુદ્દાનો અસરકારક રીતે ઉકેલ લાવવાની પૂરતી છૂટ આપવામાં આવી નહોતી. હુરિયતા પ્રવક્તાએ કહ્યું કે રાજનાથે ટીપ્પણી કરીને સાબિત કરી દેખાડ્યું કે કાશ્મીર ભારતનો ભાગ નથી. તેમણે કહ્યું કે કાશ્મીર વિવાદીત વિસ્તાર રહ્યો છે અને ભારત તેને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં લઈ ગયો હતો. આ પહેલા રાજનાથે કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભારત શક્તિશાળી રાષ્ટ્ર બની ગયું છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના માન-સન્માનમાં વધારો થયો છે. ભારતની સરહદો સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ચીને પણ હવે સમજવા માંડ્યું છે કે ભારત કંઈ નબળુ રાષ્ટ્ર નથી. તેની તાકાતમાં વધારો થયો છે.