(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
દિલ્હી હાઈકોર્ટે એક જાહેરહિત અરજી રદ કરી હતી. અરજીમાં કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લેખિત ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ જેવો દરજ્જો આપવાની માગણી કરી હતી. દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ગીતા મિત્તલ અને જજ હરિશંકરે જણાવ્યું કે જો કે અમે અરજદારના વિચારો સાથે સંમતિ ધરાવીએ છીએ પણ જે રાહતની માગણી કરાઈ છે એ અમે આપી શકીએ નહીં. દિલ્હી નિવાસી ગૌતમ આર મોરારકાએ અરજી દાખલ કરી માગણી કરી હતી કે કેન્દ્ર સરકારને નિર્દેશો આપવામાં આવે કે, ‘વંદે માતરમ્’ને સંપૂર્ણ માન સન્માન આપવામાં આવે જે રીતે ‘જન ગણ મન’ રાષ્ટ્રીય ગાનને સન્માન આપવામાં આવે છે. એ જ રીતે આ ગીતને પણ સન્માન આપવામાં આવે. કેન્દ્ર સરકારે માગણીનો વિરોધ કરતાં કહ્યું કે, ‘વંદે માતરમ્’ પોતાનો આગમો સ્થાન ધરાવે છે. એ ભારતીયો માટે લાગણીસભર અને માનપાત્ર છે પણ એની સરખામણી ‘જન ગણ મન’ જે રાષ્ટ્રગીત છે. એની સાથે કરી શકાય નહીં. કેન્દ્ર સરકારે અરજી રદ કરવાની માગણી કરી હતી. અરજીમાં એ પણ માગણી કરાઈ હતી કે ૧૯૭૧ નેશનલ ઓનર એક્ટમાં સુધારો કરી ‘વંદે માતરમ્’ને ‘જન ગણ મન’ જેવું આદર આપવામાં આવે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે અરજદારની રજૂઆતોને ધ્યાનમાં લઈ અમોએ કમિટી બનાવી હતી. ર૯મી માર્ચ ર૦૧૬માં કમિટીએ નિર્ણય જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે, સ્થિતિ જેવી છે તેવી જ જાળવવી જોઈએ. પેનલે જણાવ્યું કે, પ્રત્યેક નાગરિક ‘વંદે માતરમ્્’ની ભૂમિકા વિષે જાણે છે કે