(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
૧. મોદીએ આર્યુવેદ સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં કહ્યું : જો દેશના ઈતિહાસ પર ગર્વ નહીં કરીએ તો ભારતનો વિકાસ થઈ શકશે નહી.વડાપ્રધાને ખાનગી કંપનીઓને યોગ અને આર્યુવેદ ક્ષેત્રે રોકાણ કરવા આહ્વાન કર્યું.
૨. મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહનના કર્મચારીઓ પગાર વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા. દિવાળીના લીધે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
૩. ડેરા વડા રામરહીમને કથિત જેલમાંથી ભાગવામાં મદદ કરનાર ચંદીગઢના હેડ કોનસ્ટેબલની ધરપકડ. પોલીસે પંચકુલામાં િંહંસા ફેલાવવાની યોજનામાં સામેલ એમએસજી ફૂડ પ્રોેડક્ટસના વડાની પણ ધરપકડ કરી.
૪. એક સર્વેમાં થયેલ અભ્યાસ મુજબ ૫૦ ટકા ભારતીયો માને છે કે, સેના તથા આપખુદશાહી દેશમાટે યોગ્ય ગણાશે. પૅવ રિસર્ચ સેન્ટરના અભ્યાસ અનુસાર દેશના ૮૫ ટકા લોકોને તેમની સરકાર પર વિશ્વાસ છે.
૫. કોઈ પણ ક્ષણે પરમાણુ યુદ્ધ થઈ શકે છે : ઉત્તર કોરિયાની દુશ્મનોને ધમકી. નાયબ રાજદૂત કિમ ઈન રિયોંગે કહ્યું કે, ૧૯૭૦થી અમેરિકા પયોંગયાંગને પરમાણુની ધમકી આપી રહ્યું છે.
૬. રાજ્યના અર્થતંત્ર પર રાજકીય રૂપે પ્રેરિત પ્રહારોને અરૂણ જેટલીએ વખોડી કાઢ્યા. ગત વર્ષ કરતાં આ વર્ષે દિવાળીમાં વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો. જેને વેપારી સંગઠનો કહી રહ્યા છે કે, રોકડની અછત અને જીએસટી અર્થે વિડંબનાઓને લીધે બજારમાં મંદી.
૭. ગિલ્ડ ઓફ અમેરિકાના પ્રોડ્યુસર્સને હાર્વે વૈનસ્ટૈનમાંથી કાઢી મૂકવાનો ઠરાવ કર્યો. કહ્યું : જાતિય શોષણ અસ્વીકાર્ય. અઁતિમ નિર્ણય ૬ નવેમ્બરના રોજ લેવાશે.
૮. સ્પેનએ સપ્ટેમ્બરમાં થયેલ કથિત સ્વતંત્રતા તરફી દેખાવોમાં સામેલ બે કેટલોન નેતાની ધરપકડ કરી. .
૯. પૂર્વ ચૂંટણીપંચના વડાએ ગુજરાતમાં ચૂંટણીની તારીખોમાં જાહેર કરવામાં થઈ રહેલ વિલંબને ટાળી શકાય તેવો વિવાદ દર્શાવ્યો. ચૂંટણી પંચ સમસ્યા માટેનો આધિકારિક ઉકેલ શોધી કાઢશે.
૧૦. ઘરેલુ કામદાર નીતિમાં લઘુત્તમ વેતન, આરોગ્ય વીમો અને ફરિયાદ નિવારણ તંત્રની દરખાસ્ત. આ દરખાસ્તનો હેતુ બીજા કામદારો જે માટે હકદાર છે તેવી રીતે ઘરેલુ કામદારને લાગૂ પડતો કાયદાનો વ્યાપ વિસ્તારીત કરવાનો છે.