(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તાજમહેલ મહેલ કોણે બનાવ્યું તે મહત્વ રાખતું નથી તેવું નિવેદન આપ્યા બાદ બીજા જ દિવસે ભાજનપા કાનપુરના સાંસદ વિનય કટિયારે દાવો કર્યો છે કે, મુઘલોએ બનાવેલું તાજમહેલ હિંદુ મંદિર છે અને ત્યાં પહેલા શિવલિંગ હતું. કટિયારે ટોચની સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, મુઘલોએ અમારા મંદિરને તોડી પાડ્યું હતું. તાજમહેલ હિંદુ મંદિર છે અને ત્યાં અમારા દેવી દેવતાઓની નિશાનીઓ મળી શકે છે.
વિનય કટિયારે આરોપ મુક્યો હતો કે, મુઘલોએ શિવલિંગ હટાવી તેના સ્થાને સ્મારક બનાવ્યું હતું. શિવલિંગ પર ઊંચાઇએથી પાણી પડે તે રીતે બનાવાયું હતું. તેઓએ શિવલિંગને કાઢી નાખ્યું હતું અને સ્મારક બનાવી દીધું હતું. મંગળવારે યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, તાજમહેલ ભારતીયોના લોહી અન પરસેવાથી બનાવાયું છે. એે મહત્વનું નથી કે, તાજમહેલ શા માટે અને કોણે બનાવ્યું અને તે પાછળનો ઇરાદો શું હતો પરંતુ તે એ માટે મહત્વ ધરાવે છે કે, અહીં ભારતીયો મજૂરો અને તેમના પુત્રોના લોહી અને પરસેવાથી બનેલું છે. દરમિયાન યોગી આદિત્યનાથે આગ્રા માટે ૩૭૦ કરોડ રૂપિયાના વિકાસ પેકેજની જાહેરાત કરી હતી અને જણાવ્યું કે, તેઓ ૨૬મી ઓક્ટોબરે શહેરમાં પ્રસ્તાવિક કામ જોવા માટે આગ્રાની મુલાકાત લેશે. તેમણે ઉમેર્યું કે, તાજમહેલ સંરક્ષિત ઇમારત છે અને પ્રવાસનના વિકાસ માટે પ્રોત્સાહક છે તથા આ ઉત્તરપ્રદેશ સરકારન જવાબદારી છે કે, સ્મારકની મુલાકાત લેનારાઓને સલામતી અને સુવિધાઓ પુરી પાડે. અમે અમારી જવાબદારી નિભાવીશું. સૂત્રોએ એમ પણ જણાાવ્યું કે આ દરમિયાન મુખ્યમંત્રી તાજમહેલની મુલાકાત લેશે. દરમિયાન રાજ્યપાલ રામ નાઇકે ચેતવણી ઉચ્ચારી હતી કે, તાજમહેલ અંગે કોઇ રાજકારણ ન થવું જોઇએ, તાજમહેલ વિશ્વની અજાયબીઓમાં સામેલ છે અને દેશનું ગૌરવ છે. તેને વિવાદમાં ઢસડશો નહીં અને રાજકારણ ના કરશો.