(સંવાદદાતા દ્વારા) મોરબી,તા.ર૩
મોરબી જિલ્લાના પાસ કન્વીનર મનોજભાઈ પનારા ની આગેવાની માં રેશ્મા પટેલ અને વરૂણ પટેલ ના પુતળા દહન કરી રોષ પ્રગટ કર્યો હતો ગુજરાત માં વિધાનસભા ની ચુંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો શતરંજના ખેલ ની જેમ ધીરેધીરે એક પછી એક પન્ના ખોલી રહ્યા છે. બીજેપી પોતાની બાજી મજબુત કરી રહ્યા હોય તેમ પાસ સમિતિના કન્વીનરો વરૂણ પટેલ અને રેશ્મા પટેલે અચાનક યુ-ટર્ન લઈ બીજેપી માં જોડાતા રાજકારણ ગરમાયુ હતુ. વરૂણ પટેલ અને રેશ્મા પટેલે ભાજપ નો ખેસ ધારણ કરી લેતા પાટીદાર સમાજ દ્રારા ઠેરઠેર પુતળા દહન કરી ઉગ્રવિરોધ પ્રદર્શિત કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમા મોરબી જીલ્લા પાસ સમિતિ દ્રારા મોરબી પાટીદાર સમાજ નો ગઢ કહેવાતો સુપર માર્કેટ ભરચક વિસ્તારમાં વરૂણ અને રેશ્મા પટેલ ના પુતળા દહન કરી ઉગ્રવિરોધ ઠાલવ્યો હતો. ‘‘ભાજપ હાય હાય પાટીદાર સમાજના ગદાર હાય હાય’’ જેવા નારા લગાવી ઉગ્ર સુત્રોચાર કર્યા હતા જેમા મોરબી પાસ સમિતિ કન્વીનર મનોજભાઈ પનારા મનોજ કાલરીયા સહીત ના કાર્યકરોએ મોરબી નવા બસસ્ટેન્ડ સુપર માર્કેટ વિસ્તારમાં પાટીદાર સમાજના ગદારો ના પુતળા બાળ્યા હતા તેમજ મોરબી જીલ્લા ના ખરેડા જીકીયારી વાંકડા ગામના પાસ સમિતિ દ્રારા ખરેડા ગામે વરુણ રેશ્મા પટેલના પુતળા દહન કરી ખરેડા ગામના મુખ્ય ચોકમાં રેશ્મા વરૂણે ભાજપનો ખેસ ધારણ કરી લેતા તેને સખત શબ્દોમાં વખોડી પાટીદાર સમાજના ગદાર ગણાવી પુતળા બાળી ઉગ્રવિરોધ પ્રગટ કર્યો હતો આમ મોરબી જીલ્લા સહિત ગુજરાત માં ઠેરઠેર પાટીદાર સમાજના ગદાર વિરુદ્ધ રોષ ઠાલવી પુતળા બાળી રોષ પ્રગટ કર્યો હતો.