પ્રથમ તબક્કો ૮૯ સીટ
કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ (એસસી) અને રાપર સહિત છ બેઠક
સુરેન્દ્રનગરની દસાડા(એસસી), લીંમડી, વઢવાણ, ચોટીલા, ધાંગ્રધ્રા સહિત પાંચ સીટો
મોરબીની ટંકારા, મોરબી અને વાંકાનેર સહિત ત્રણ સીટો
રાજકોટની રાજકોટ ઇસ્ટ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ રુરલ (એસસી), જસદણ, ગોંડલ, જેતપુર અને ધોળાજી સહિત આઠ બેઠકો
જામનગરની કાલાવડ(એસસી), જામનગર રુરલ, જામનગર નોર્થ, જામનગર સાઉથ અને જામજોધપુર સહિત ૫ બેઠકો
દેવભૂમિ દ્વારકાની જામ ખંભાળિયા અને દ્વારકા બે સીટ
પોરબંદરની પોરબંદર અને કુતિયાણા બે સીટ
જૂનાગઢની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ સહિત પાંચ સીટ
ગીર સોમનાથની સોમનાથ, તળાળા, કોડીનાર (એસસી) અને ઉનાની ચાર સીટ
અમરેલીની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા સહિત પાંચ સીટ
ભાવનગરની મહુવા, તળાજા, ગારિયાધાર, પાલીતાણા, ભાવનગર રૂરલ, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમ સહિત સાત સીટો
બોટાદની ગઢડા એસસી અને બોટાદ સહિત બે સીટ
નર્મદાની નાંદોડ (એસટી), ડેડિયાપાડા (એસટી) બે સીટ
ભરુચની જંબુસર, વાગરા, ઝઘડિયા(એસટી) ભરુચ અને અંકલેશ્વર સહિત પાંચ સીટો
સુરતની ઓલપાડ, માંગરોલ (એસટી), માંડવી (એસટી), કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત વેસ્ટ, ચોર્યાસી, બારડોલી (એસસી), મહુવા(એસટી) સહિત ૧૬ સીટ
તાપીની વ્યારા અને નિર્ઝર સહિત બે સીટો
ડાંગની ડાંગ (એસટી) એક સીટ
નવસારીની ધરમપુર(એસટી), વલસાડ, પારડી, કપરાડા (એસટી), ઉમરગામ (એસટી) સહિત પાંચ સીટ
બીજો તબક્કો ૯૩ સીટ
અમદાવાદની વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા(એસસી), સાબરમતી, અસારવા (એસસી), દસક્રોઇ, ધોળકા અને ધંધુકા સહિત ૨૧ સીટ
બનાસકાંઠાની વાવ, થરાદ, દાતા (એસટી), વડગામ (એસસી), પાલનપુર, ડીસા, દિયોદર અને કાંકરેજ સહિત નવ સીટ
પાટણની રાધનપુર, ચાણસ્મા, પાટણ અને સિદ્ધપુર સહિત ચાર સીટ
મહેસાણાની ખેરાલુ, ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી (એસસી), મહેસાણા, વિજાપુર સહિત સાત સીટો
સાબરકાંઠાની હિંમતનગર, ઇડર(એસસી), ખેડબ્રહ્મા, પ્રાંતિજ સહિત ચાર સીટો
અરવલ્લીની ભિલોડા(એસટી), મોડાસા અને બાયડ સહિત ત્રણ સીટ
ગાંધીનગરની દહેગામ, ગાંધીનગર દક્ષિણ, ગાંધીનગર ઉત્તર, માણસા, કલોલ સહિત પાંચ સીટ
આણંદની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા સહિત સાત સીટો
ખેડાની માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ સહિત છ સીટો
મહિસાગરની બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર (એસટી) સહિત ત્રણ સીટો
પંચમહલની શહેરા, મોરવાહડપ (એસટી), ગોધરા, કાલોલ અને હાલોલ સહિત પાંચ સીટો
દાહોદની ફતેપુર(એસટી), ઝાલોદ(એસટી), લીમખેડા(એસટી), દાહોદ(એસટી), ગરબાડા (એસટી) અને દેવગઢબારિયા સહિત છ સીટો
વડોદરાની સાંવલી, વાઘોડિયા(એસસી), ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુરા, પાદરા અને કરજણ સહિત ૧૦ સીટો
છોટાઉદેપુરની છોટાઉદેપુર(એસટી), જેતપુર(એસટી) સંખેડા(એસટી) સહિત ત્રણ સીટો
ચૂંટણીમાં દેખરેખ માટે જીપીએસનો ઉપયોગ; વેબકાસ્ટિંગથી લાઈવ નજર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જાહેર થયેલ કાર્યક્રમમાં કેટલીક ખાસ વિગતો બહાર આવી છે. આ વખતે ચૂંટણી દેખરેખ માટે જીપીએસનો ઉપયોગ થશે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારો પર વેબકાસ્ટીંગ થકી લાઈવ નજર રાખવામાં આવશે. તો બીજી તરફ રેલી વગેરેની પરવાનગી ઓનલાઈન સેવા ઉપરાંત મોબાઈલ એપ થકી લોકો ચૂંટણી સાથે જોડાયેલી કોઈપણ ફરિયાદ કરી શકે તેવી પ્રથમવાર વ્યવસ્થા ગોઠવાઈ છે. ચૂંટણીની ગતિવિધિનું વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવશે. આ ઉપરાંત ૧૦ર બુથ ઉપર મહિલા સ્ટાફ મુકવામાં આવશે અને દેખરેખમાં જીપીએસનો ઉપયોગ પણ થશે. જે વિસ્તારો સંવેદનશીલ છે તેના પર ખાસ બંદોબસ્તની સાથે સાથે વેબકાસ્ટીંગ થકી લાઈવ નજર રખાશે. સુવિધા એમ થકી રેલી વગેરે માટે ઓનલાઈન પરવાનગી લઈ શકાશે. ચૂંટણી સુરક્ષિત માહોલમાં થાય તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. દેખરેખ માટે ફલાઈંગ સ્કવોર્ડ બનાવવામાં આવશે. દારૂ વિતરણ જેવી ગતિવિધિ ઉપર નજર રાખવા ખાસ દેખરેખ રખાશે. દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. પેઈડ ન્યૂઝના મુદ્દે ચૂંટણીપંચ કડક વલણ અપનાવશે. થિયેટર અને રેડિયો જાહેરાત ઉપર પણ નજર રખાશે.
ચૂંટણી જાહેરાતની હાઈલાઈટ્સ
– ૨૩ જાન્યુઆરીએ વિધાનસભાની અવધિ પૂર્ણ
– ૯૯% ફોટો ઓળખપત્ર
– ૫૦,૧૨૮ પોલિંગ સ્ટેશન
– દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા
– સૌપ્રથમ વખત VVPATનો ઉપયોગ
– નોટિસ બાદ જો કોલમ રહે તો રિજેક્ટ થશે
– ૧૦૨ બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે
– મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ
– મતદાર કોને વોટ આપ્યો એ જોઇ શકશે
– સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ
– ઉમેદવારોની ખર્ચ મર્યાદા ૨૮ લાખ
– ચૂંટણી ખર્ચ માટે અલગ નવું ખાતું
– ગુજરાતીમાં પણ માર્ગદર્શિકા
– ૧૦.૪૬ લાખ નવા મતદાતા