Ahmedabad

નરેન્દ્ર પટેલની ભાજપ સામેની ફરિયાદમાં તપાસ માટે હુકમો

અમદાવાદ, તા.૨૫
વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ દ્વારા એક કરોડ રૂપિયામાં ખરીદવાના પ્રયાસનો પર્દાફાશ કરનાર મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પાસના પૂર્વ કન્વીનર અને તાજેતરમાં ભાજપમાં જોડાયેલા વરૂણ પટેલ, ભાજપના યુવા નેતા ઋત્વિજ પટેલ, ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયા, મહેશ પટેલ અને રવિ પટેલ વિરૂધ્ધ દાખલ કરેલી ફરિયાદના કેસમાં કોર્ટે તપાસના આદેશો કર્યા છે. વધુમાં કોર્ટે ફરિયાદી નરેન્દ્ર પટેલને ઓડિયો રેકોર્ડિંગ, લાંચ પેટે અપાયેલા દસ લાખ રૂપિયા સહિતના જરૂરી પુરાવા તા.૩જી નવેમ્બરે રજૂ કરવા તાકીદ કરી છે. મહેસાણાના પાટીદાર નેતા નરેન્દ્ર પટેલે ગાંધીનગર કોર્ટ સમક્ષ કરેલી ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, ભાજપ દ્વારા તેમના પક્ષમાં મને જોડાઇ જવા માટે એક કરોડ રૂપિયાની ઓફર કરાઇ હતી. મને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના ત્યાં લઇ જવાયો હતો, ત્યાંથી મને ગાંધીનગર કમલમ્‌ ખાતે ભાજપના કાર્યાલય ખાતે લઇ જવાયો હતો. જયાં જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના ભાજપના અન્ય નેતાઓ હાજર હતા. તેઓની સાથે મારી મુલાકાત કરાવાઇ હતી અને પછી મને અંદરના એક રૂમમાં લઇ જવાયો હતો. મારો એક કરોડ રૂપિયામાં સોદો કરાયો હતો. તે પેટે મને દસ લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા અને જણાવાયું હતું કે, આવતીકાલે ભાજપનું ટાઉન હોલ કે ટાગોર હોલમાં સંમેલન છે અને ત્યાં તમારે ભાજપમાં જોડાઇ જવાનું છે. બાકીના રૂ.૯૦ લાખ તમને મળી જશે. આટલુ કહી પ્રેસ મીડિયાને બોલાવી મને ભાજપમાં જોડાઇ જવાનું બોલાવડાવ્યું હતું અને ધમકી આપી ભાજપનો ખેસ પહેરાવાયો હતો. ફરિયાદી નરેન્દ્ર પટેલ દ્વારા આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય જોગવાઇ હેઠળ સખત નશ્યત કરવા ફરિયાદમાં દાદ મંગાઇ છે. નરેન્દ્ર પટેલની આ ફરિયાદમાં કોર્ટે તપાસના આદેશો જારી કર્યા છે. સાથે સાથે ફરિયાદી નરેન્દ્ર પટેલને તા.૩જી નવેમ્બરે જરૂરી પુરાવા રજૂ કરવા તાકીદ કરી છે. આ ફરિયાદને પગલે ભાજપની મુશ્કેલીમાં ચોક્કસપણે વધારો થયો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
AhmedabadCrime

બાળકોના રમકડાંમાં નશાના સામાનની ડિલિવરી ધો.૧૦-૧રના છાત્રો મંગાવતા હોવાનો ઘટસ્ફોટ !

અમેરિકાથી અમદાવાદ આવેલ પાર્સલોમાં…
Read more
AhmedabadGujarat

વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.