ગાંધીનગર, તા.રપ
રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા શહેરી જમીન ટોચમર્યાદા કાયદા અંતર્ગત વધારાની ફાજલ જાહેર કરેલી અને સરકાર સંપ્રાપ્ત થયેલ જમીનો પૈકીની ચોક્કસ જમીનોનો ભોગવટો કાયદેસર કરવા અંગેની અરજી સ્વીકારવાની સમયમર્યાદા આગામી તા.૩૧/૧ર/ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ પણ ભોગવટો કાયદેસર કરવાની અરજીઓ અરજદારો તરફથી આવતી હોવાથી તેમજ કાયદામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. જેમાં ભોગવટો ધરાવનારે પેટા કલમ (ર) હેઠળ નોટિસ મળેથી સરકાર જાહેરનામાથી નક્કી કરે તે મુદ્દતમાં નોટિસમાં જણાવ્યા પ્રમાણેની જરૂરી ચૂકવણી કરવાની રહેશે. આ ઉપરાંત કલમ-૮માં પણ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લીધેલ ધિરાણના કિસ્સામાં ધિરાણ ન ભરવાના કિસ્સામાં બેંકોને તણેનું ધિરાણ સંબંધિત કાયદા મુજબ વસૂલ કરવામાં ૧પ વર્ષની જોગવાઈ લાગુ પડશે નહીં. આ સુધારાનો ભોગવટેદારને લાભ મળે તે હેતુથી અરજી કરવા અંગેની મુદ્દત તા.૩૧/૧ર/ર૦૧૭ સુધી લંબાવવામાં આવી છે, તેમ મહેસૂલ વિભાગની યાદીમાં જણાવાયું છે.