જૂનાગઢ, તા.ર૬
ખલ્કે ઈલાહી ન્યાય પરિષદ, જૂનાગઢના કાર્યાલયમાં સુલ્તાને કરબલા હસ્નૈન કરીમૈનની યાદ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ. આ તબક્કે ખલ્કે ઈલાહી ન્યાય પરિષદના અધ્યક્ષ યુસુફ.એચ. મલેકએ હક અને બાતીલની જંગમાં ઈમામ હુસૈનની શહાદત યાદ કરતા તેમના નકશે કદમ ઉપર ચાલવા મુસ્લિમ સમાજને અપીલ કરી હતી. વધુમાં જણાવેલ કે આજનો સમય ટેકનોલોજી અને માહિતી વિસ્ફોટનો છે. તેના યોગ્ય ઉપયોગથી વિકાસ થયો છે. પરંતુ સામે પક્ષે મુસ્લિમ સમાજનો ભારતમાં કેટલો વિકાસ થયો છે ? આંતરિક પક્ષપાતના કારણે સમાજમાં દુષણો વધ્યા છે. જો કે દરેક સમયમાં સમાજમાં દુષણો તો હોય જ છે. કાળક્રમે એના રૂપ-સ્વરૂપમાં બદલાવ આવે છે. આજે સમાજમાં ફેલાયેલા દુષણો ઉડીને આંખે આવે છે. ત્યારે મુસ્લિમ સમાજના ઓલમા-એ-દીન તથા સમાજ શ્રેષ્ઠીઓની જવાબદારી વધી જાય છે. એમાંય આદર્શ આગેવાની કરવી એ કપરી છે, પણ અશક્ય નથી.
આવા સમયમાં સમાજને વિકાસના પથ પર લઈ જવા માટે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર તરફથી મુસ્લિમ સમાજને અન્યાય થાય છે તેની સંપૂર્ણ માહિતી આપવી. લોકોને જાગસત કરવા, લોકમત મેળવવો, અને લોકોની જરૂરત પૂરી પાડવાની છે. આજે રાજ્ય સરકાર હોય કેન્દ્ર સરકાર જૂઠનો મારો ચલાવી મુસ્લિમ સમાજને ભોળવે છે અને મુસ્લિ પ્રગતિના ફળોથી મુસ્લિમ સમાજ વંચિત રહે છે.
અત્યારે સરકાર સામે સાચા પગલાં લેવાનો સમય છે. તેને પાયારૂપ બનાવી મુસ્લિમોના લાંબા સમયના પડતર રહેલા પ્રશ્નો જેવા કે, કોમી હિંસા વિરોધી બિલ, સમાન તકોના કમિશનની રચના, ૧૯પ૦ના રાષ્ટ્રપતિ ઓર્ડરના પેરા ૩ રદ કરવા, અનામત માટે ધાર્મિક બંધન દૂર કરવા વગેરેનો નિકાલ કરવો જોઈએ.