ભાવનગર,તા.ર૬
ભાવનગર જિલ્લાના બોટાદ ગામની સરકારી ગોચરની જમીન ૧૪થી ૧પ વિઘા જેની હાલ બજાર કિંમત કરોડો રૂપિયા છે. આ જમીન પચાવી લેવા પોતાના અંગત સ્વાર્થ ખાતર ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ બુઘેલ ગામના સરપંચ દાનસંઘભાઈ મોરીએ આવો ઠરાવ કરી આપવા જણાવ્યું હતું તે માટે સરપંચ દાનસંઘભાઈ મોરીએ આવો ઠરાવ કરવાની ના પાડતા જીતુ વાઘાણીએ પોતાના રાજકીય પદ અને કદના જોડે રાજકીય અને કાયદાકીય આટીખુટી રચી દાનસંઘભાઈ મોરીને સરપંચ પદેથી સસ્પેન્ડ કરાવ્યા હતા. જેથી બુઘેલ ગામના લોકોએ સ્વયંભૂ આંદોલન કર્યું હતું. આ બનાવ બાદ જીતુ વાઘાણીએ દાનસંઘભાઈ મોરી અને તેમના પરિવારજનો સહિત કુલ ૧ર લોકો પણ રાયોટિંગ, રસ્તા રોકો, તેમજ મોબાઈલ ચોરી, લૂંટ, જેવા ગુના દાખલ કરાવ્યા હતા અને આ અંગેનો અત્રેની અદાલતમાં કેસ ચાલી જતાં દાનસંઘભાઈ મોરી સહિતના ૧ર સભ્યોને ૬ માસની કેદની સજા પણ કરવામાં આવી હતી. આ તમામ ષડયંત્રો રચવામાં જીતુ વાઘાણી હોવાનું અને દાનસંઘભાઈને હેરાન-પરેશાન કરવામાં પણ તેમનો હાથ હોવાનું જણાવ્યું. એક આવેદનપત્ર બોટાદ જિલ્લા કલેકટર દ્વારા બોટાદ જિલ્લા અને ધંધુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું. આ અગાઉ રાજપૂત સમાજની એક વિશાળ એવી યોજયા બાદ કલેકટર કચેરી ખાતે ગઈકાલે બુધવારે મોડી સાંજે જિલ્લા કલેકટરની આવેદનપત્ર આપી ઉપરોકત બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભાવનગર શહેરમાં પણ આ મુદ્દે ક્ષત્રિય કારડિયા રાજપૂત સમાજ દ્વારા વિશાળ રેલી અને જાહેરસભા યોજવામાં આવી હતી. જેમાં જીતુ વાઘાણીને રીતી-નિતિ સામે રોષ ઠાલવવામાં આવ્યો હતો.