કાફિર હૈ તો શમશીર પે કરતા હૈ ભરોસા
મોમિન હૈ તો બે-તૈગભી લડતા હૈ સિપાહી
– અલ્લામા ઈકબાલ
ગાય એ આપણા માટે ફક્ત દુધાળું પ્રાણી જ નહીં પરંતુ ભારતમાં તો તે હિન્દુ સમુદાયમાં માતા તરીકે સ્થાન પામેલી છે ગાયની રક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે પરંતુ શું તેના માટે ગૌરક્ષાનો ઢંઢેરો પીટવો યોગ્ય છે ? પશુ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ પર શંકા કરીને તેને એટલી હદે મારવો કેે તેનું મૃત્યુ થઈ જાય, એ કયાંનો ન્યાય છે ? કહેવાતા ગૌ રક્ષકોેને જો પ્રાણીઓ માટે આટલો જ પ્રેમ છે, તો તેનું જીવથી પણ વધારે જતન કરતાં માણસો પ્રત્યે તેમને પ્રેમ કેમ નથી ? શા માટે નિર્દોષ પશુપાલકોની હત્યા કરવામાં આવી રહી છે ? શા માટે તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે ? આ દરેક બાબતો આપણા માટે એક મોટા પ્રશ્નાર્થચિહ્ન સમાન છે. જેનો જવાબ આપવો ખૂબ જ જરૂરી બની જાય છે.
અફવા છે કે, ફિલીપાઈન નૌકાદળની છાવણીમાં યુ.એસ. અને ફિલિપાઈનના દરિયાઈ સૈનિકો દ્વારા સંયુકત હુમલાની કવાયત હાથ ધરવામાં આવી તે દરમ્યાન એક ગાય પોતાનો જીવ બચાવવા માટે ખૂબ જ ઝડપથી ભાગી રહી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાનની પૂજા-અર્ચના કરવા માટે અયોધ્યા ગયા હતા. ત્યારે એવું લાગે છે કે તેમણે ‘‘ગૌ માતા’’નું રક્ષણ કરવા માટે નિર્દોષ લોકોના ભોગ લેવાવા અંગે કદાચ વગર બોલ્યે વચન આપ્યું હતું.
પ્રસ્તુત તસવીર ઝામ્બાલ્સના સેન એન્ટોનિઓમાં આવેલ ફિલિપાઈન નૌકાદળ છાવણીની છે, જેમાં અમેરિકી અને ફિલી૫ાઈન્સના દરિયાઈ સૈનિકોએ મિત્ર રાષ્ટ્રો સાથેનો સહકાર વધારવાના હેતુથી સંયુકત હુમલાની કવાયત હાથ ધરી હતી, તે દરમ્યાન ભયભીત થયેલી એક ગાયે પોતાનો જીવ બચાવવા માટે નાસભાગ કરી મૂકી હતી.