સિદ્ધપુર, તા.૨૭
પ્રદેશ કોંગ્રસ સમિતિના નેતાઓની ઉપસ્થિતિમાં સિદ્ધપુર ખાતે વિધાનસભા બેઠકના કાર્યકરોનું સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, જિલ્લા પ્રમુખ ધનજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં જિલ્લા ઉપપ્રમુખ ડી.આઈ.પટેલે જણાવ્યું કે, આજના વિશાળ કાર્યક્રમ સંમેલનમાં હજારોની મેદની દર્શાવે છે કે, સિદ્ધપુરનો એક પંજો ગાંધીનગર પહોંચશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા બાદ સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં ઠાકોર સેનાના કાર્યકરોએ પણ સમર્થન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને કોંગ્રેસને વિજય અપાવાનો હુંકાર કર્યો હતો. સંમેલનમાં અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી સહિત સિદ્ધપુર વિધાનસભા બેઠકના આગેવાનો ડી.આઈ. પટેલ, ઈબ્રાહિમભાઈ ચારોલિયા, જીભાજી ઠાકોર, નુરૂદ્દીન નંદુબારવાલા, રશીદ કુરેશી, અજીત ઠાકોર, હબીબ અલી સૈયદ, તાલુકા પ્રમુખ હમીદભાઈ શહેર પ્રમુખ પાધ્યા ઉપસ્થિત રહ્યા હતા.