(એજન્સી) બનાસકાંઠા,તા.ર૯
ગુજરાત ચૂંટણીની તારીખોની ઘોષણામાં વિલંબ માટે ચૂંટણી આયોગે રાજ્ય સરકાર દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્ય કરવાની દલીલ કરી હતી. જો કે વિપક્ષ તરફથી દબાણ કર્યાના એક અઠવાડિયા બાદ તારીખોની ઘોષણા કરવામાં આવી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે બનાસકાંઠા જિલ્લામાં પૂર પીડિતોને વળતરના નામ પર રાજ્ય સરકાર તરફથી એક દાણો પણ મળ્યો નથી. બનાસકાંઠા જિલ્લામાં જેતડ ગામના ખેડૂત દેવીજી ભાઈ ભાદરનો પાક પૂરમાં ડૂબી ગયો ૮ એકરનું ખેતર પાણીમાં ડૂબી ગયું અને હવે દેવી પાસે ખેતી લાયક જમીન નથી. ગુજરાત સરકારે આ પૂર પીડિતો માટે વળતરની ઘોષણા કરી હતી. પરંતુ જેતડ ગામના દેવીજીભાઈ અને ૮૦ અન્ય ખેડૂતોને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. પૂર પીડિતોએ મદદ માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે પરંતુ કલેકટર તરફથી ફકત આશ્વાસન મળી રહ્યું છે. સરકારના આશ્વાસનોથી ખેડૂતોને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની લાગણી અનુભવી રહ્યા છે અને વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું વિચારી રહ્યા છે. દેવીજીભાઈએ કહ્યું અમે પાછલા ઘણા મહિનાથી વળતરની રાહ જોઈ રહ્યા છીએ મે અંગત રીતે અનેકવાર સરકારને પત્ર લખ્યો છે ૭૦થી ૮૦ ખેડૂતોને સરકાર તરફથી કોઈ મદદ મળી નથી. સરકારે સર્વે કરાવ્યો છે પરંતુ જો તેમણે અમને મદદ કરી નથી તો અમે આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે વિચારી રહ્યા છે. ખેડૂત ભરત રાજપૂતે કહ્યું કે જેતડા ગામ તરફથી અનેક વખત વિનંતી કરવામાં આવ્યા છતાં સરકારે કોઈ વળતર આપ્યું નથી. અને ખેતી માટે કોઈ વૈકલ્પિક જમીન પણ ન આપી તેવામાં યુવા ખેડૂત ભરતે ડ્રીપ ઈરિગેશન પ્રણાલી માટે કેટલુક ભંડોળ એકઠું કર્યું અને પોતાના ખેતરમાં તેની ફરીથી શરૂઆત કરી જેથી તે જાણી શકાય કે પૂરથી પ્રભાવિત ખેતરમાં પાક ઉગી શકશે કે નહીં. ભરતે કહ્યું કે તે લોકો આવ્યા અને અમારી જમીન અને ખેતરનું સર્વે કરીને જતા રહ્યા પરંતુ તેમની તરફથી કોઈ જવાબ મળ્યો નથી. અંતિમ આશા રૂપે અમે ડ્રીપ ઈરિગેશન સિસ્ટમને ફરી શરૂ કરી છે. એવું નથી કે ફકત જેતડ ગામને જ સરકાર તરફથી વળતર મળ્યું નથી. આ લોકોએ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને મંત્રીઓને પત્ર લખીને વળતર અને મદદની માંગ કરી પરંતુ સરકાર તરફથી પીડિતોને કંઈ મળતું નથી. આ લોકો ઝૂંપડીમાં રહેવા મજબૂર બની ગયા છે.
(સૌ. : ઈન્ડિયા ટુડે)